________________
(૩૭૦ ) લૈકિક જૈનધર્મમાં અહંતુની થતી પૂજાને હિન્દુ દેવપૂજાના સ્વરૂપ વારંવાર આપવામાં આવ્યાં છે, શ્રદ્ધાળુ ભકતે તીર્થકરને પૂલ ચઢાવે છે ને બીજા વિધિ કરે છે અને તેને અનુકૂળ ફળની અપેક્ષા રાખે છે, પણ સમ્યજ્ઞાની જૈને આવા પ્રકારની પૂજાને - મિથ્યાજ્ઞાનનું પરિણામ માને છે અને તેની સામે વિવાદ ઉઠાવે છે.
જગતના વિવિધ વિભાગમાં જે જે તીર્થકરે થઈ ગયા છે, થાય છે ને થશે તેમની પૂજા થાય છે. પણ જે ૨૪ તીર્થકરે આ અવસર્પિણીમાં ભારતવર્ષમાં થયા છે તેમને તે પૂજામાં અગ્રસ્થાન આપવામાં આવે છે. તેમાં યે વળી ૧લા આદિનાથની (2ષભની), ૧૬ મા શાન્તિનાથની, તેમજ છેવટના ત્રણ નેમિનાથની, પાર્શ્વનાથની અને મહાવીરની પૂજા વધારે થાય છે. જગતના ઇતર ક્ષેત્રમાં થયેલા જે તીર્થકરોની પૂજા થાય છે તેમાં વર્તમાનકાળે મહાવિદેહમાં પ્રવર્તતા તીર્થકર સમન્વરની પૂજા સર્વથી વધારે થાય છે.
પાંચ પરમેષ્ઠિમાં તીર્થકરે અગ્રસ્થાને છે. એમના પછીના પરમેષ્ઠિ અનુક્રમે આ પ્રમાણે છે -૨ સિદ્ધ અથવા પરિપૂર્ણ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ મુનિ. જેનોની પૂજામાં આમને પણ એગ્ય સ્થાન છે; જેકે ભૂતકાળમાં થઈ ગયેલા મહાત્મા પુરૂષેની તુલનામાં એમની પૂજાને બહુ મહત્વ મળતું નથી. એ થઈ ગયેલા પુરૂમાં મુખ્ય આ ગણાય છે –ષભના પુત્ર બાહુબલિ અથવા ગમ્મટ, જેને વિષે ૨૭૪ મા પૃષ્ટ ઉપર લખવામાં આવ્યું છે; ત્યારપછી તીર્થકરના શિષ્ય એટલે ગણધર, મુખ્યત્વે કરીને ગાતમ; તે પછી ત્યારપછીના કાળમાં થઈ ગયેલા પવિત્ર પુરૂષની પણ તેમની પવિત્રતાને કારણે પૂજા થાય છે, તીર્થકરોની માતાઓ અને બીજી સ્ત્રીઓ જે (વેતામ્બરમત) નિર્વાણ પામી છે, તે પણ આ પૂજ્યવર્ગમાં મૂકાય છે.
આ બધી વ્યક્તિઓ, જેની પૂજા જૈનધર્મમાં કરવાની કહી છે, તે બધા પવિત્ર જીવ છે અને તે સૈ સાંસારિક જીવનથી પર થયેલા છે. આ ઉપરાંત જૈનો વળી બીજા અપાર્થિવ