________________
( ૩૯ )
તેવી રીતે જ જિન વિષે વિચાર કર્યાંથી અથવા તેમની સ્મૃત્તિમાં એકાગ્ર ચિત્ત થવાથી પવિત્રતાની લાગણી જાગે અને તેથી અન્તર શુદ્ધ થાય. સ્ફટિક જેમ પેાતાના સંબંધમાં આવતી વસ્તુમાં પેાતાના રંગ પ્રસારે, તેમ અર્હત્ સાથેના નિરન્તર સંબંધ ભક્તના હૃદયમાં તેના ગુણ વિકસાવે.
ત્યારે જૈનધની ભાવના પ્રમાણે તીર્થંકરોની પૂજા ભૌતિક નહિ પણ આધ્યાત્મિક છે. તીર્થંકરા પાતે તા કાંઇ પ્રાના ઈચ્છતા નથી, કારણકે એ તે જગત્થી પર છે; ભક્તને એવી પ્રાર્થીનાથી તીર્થંકર કંઈ કૃપાદાન કરતા નથી, કારણ કે એ પેાતાની સમ્પૂર્ણતાને કારણે જગતના વ્યવહાર ઉપર કશી ષ્ટિ રાખતા નથી; તેથી કરીને જિનપૂજા શુદ્ધિને ને પવિત્રતાને ઇચ્છનારી છે, કારણ કે એવી પૂજા જે કરે છે તે શુદ્ધ ને પવિત્ર થાય છે.
અમુક પ્રકારના ધ્યાનથી ધ્યાનીના સ્વરૂપમાં અન્તે એટલેા ફેર પડી જાય છે કે તે એના જેવા થતા જાય છે ને અન્તે તેવા થાય છે, એવી જે ભાવના આ સિદ્ધાન્તના મૂળમાં છે તે કેવળ ભારતભાવના છે. જે કીટ ભ્રમરને નિરન્તર જુએ છે, તેને સમ્બન્ધ જ વિચાર કરે છે તે અન્તે ભ્રમર થાય છે. આ કીટની ઉપમા વેઢાન્તમાં ખુબ જ વપરાય છે તે આપણા આ પ્રસંગમાં પણ તે જ ભાવના છે.
પણુ જૈનપૂજાના મૂળમાં રહેલી આ સુન્દર ભાવના કંઈ સર્વે જૈનો તેના શુદ્ધ ભાવમાં પાળતા નથી. સાધારણ માસ તીર્થંકરની પૂજા કર્યો ને અન્તશુદ્ધિ માટે પ્રાર્થીના કચે સન્તાષ નથી માનતા. એ વિષય ઉપર ખેલતાં એ તા કહેશે કે પૂજા કરવી એ તે માત્ર શરૂઆતની ક્રિયા છે. તે ભક્તજને કરવી જ જોઇએ. સંસારત્યાગી પવિત્ર તીર્થંકર જાણે રાજા હાય એમ એમને વિષે એ ખેલે છે, એ પેાતાનું હૃદય એમને અપે છે, પેાતાનાં દુઃખ જણાવે છે અને જીવનની નાની માટી વિપત્તિમાં એની દયામય સહાયતાની ઇચ્છા રાખે છે. આથી કરીને
૪૭