________________
(૩% ) ૪ માથુર સંઘ રામસેને વિ. સં. ૯૫૩ માં (૨) મથુરામાં સ્થા. સાધુઓ “ધર્મવૃદ્ધિ” બેલી નમસ્કાર કરે છે ને રજેણે રાખતા નથી.
આ સંઘમાંથી આજે તે માત્ર કાષ્ટ સંઘ પ્રવર્તતે જણાય છે.
વર્તમાન સંઘ. આજે દિગમ્બરમાં અનેક સંઘ છે, આચારના અને વિચારના છેક નજીવા કારણને લીધે આ સંઘ એકમેકથી જુદા પડેલા છે.
આજે દિગમ્બરમાં મહત્વના જે બે પત્થ છે તે વિશ્વપન્થી અને તેરાપન્થી છે. વિશ્વપન્થી આજે ઘણુંખરૂં વિશપન્થીને ( બિસપન્થીને) નામે ઓળખાય છે. એમની ઉત્પત્તિ વિષેનું વર્ણન ૭૪ મા પૃષ્ટ ઉપર આવેલું છે. એ બે પન્થ વચ્ચે મુખ્ય ભેદ નીચે પ્રમાણે છે-વિશાપન્થીઓ ભટ્ટારકને (પૃ. ૩૫ર) પિતાના આચાર્ય માને છે, પિતાનાં દેવાલયમાં ક્ષેત્રપાલની અને ભૈરવ વગેરે દેવેની પ્રતિમાઓ રાખે છે, પ્રતિમાને કેશરનું અર્ચન કરે છે, પુષ્પથી શણગારે છે, નૈવેદ્ય ધરાવે છે, રાત્રે ભેટ ધરાવે છે તથા આરતિ ઉતારે છે. તેરાપન્થી ભટ્ટારકને માનતા નથી. દેવાલયમાં ક્ષેત્રપાલની પ્રતિમાઓ રાખતા નથી, પ્રતિમાને પુષ્પથી શણગારે છે અને નૈવેદ્ય ધરાવતા નથી, કેશરનું અર્ચન કરતા નથી, રાત્રે ભેટ ધરાવતા નથી અને આરતિ ઉતારતા નથી, પણ માત્ર આરાત્રિકને પાઠ ભણી જાય છે.૮૩ જે. એલ. જેની જણાવે છે કે વિશાપન્થી બેઠી પ્રતિમા પૂજે છે, તેરાપંથી ઉભી પ્રતિમા પૂજે છે; તેરાપંથી માળા ફેરવે છે ત્યારે બેઠા રહે છે ને ધીરે ધીરે જપમંત્ર ભટ્ટે જાય છે. આ ઉપરની હકીકતથી જણાઈ આવશે કે તેરાપન્થી સુધારક પન્થના છે; તેઓ અનેક ક્રિયાકાષ્ઠની વિરૂદ્ધ છે, કારણ કે એમના માનવા પ્રમાણે સાચા જૈનધર્મની એ ક્રિયાઓ નથી: વેતામ્બરના સ્થાનકવાસી તેરાપંથીઓને આ તેરાપંથીઓ સાથે કશી લેવાદેવા નથી. વિશાપન્થી અને તેરાપન્થી વચ્ચેને વિરોધ એવડે ભેટે છે કે એક પત્થના અનુયાયીઓ બીજ પના દેવાલયમાં જતા નથી.