________________
(30) વિશાપન્થીઓ મારવાડમાં ને ગુજરાતમાં અનેક છે, તે પ. થીઓ મારવાડ, સંયુકત અને મધ્ય પ્રાન્તમાં વધારે છે.
આજે દિગમ્બરમાં બીજા પણ સંઘ છે—તારાજી અથવા સમૈયાપથી સંઘ તારણુસ્વામીએ (ઈ. સ. ૧૪૪૮–૧૫૧૫ માં) સ્થાપે. એ પંથ મૂર્તિપૂજાને વિરોધ કરે છે, પણ પિતાના સંસ્થાપકના ૧૪ ગ્રન્થની, તેમને વેદી ઉપર પધરાવીને પૂજા કરે છે. ત્યારપછી ગુમાનપથી તે ગુમાનરામે ( ૧૮ મા સૈકાને અંતે ) સ્થા અને તોતાપથી વિષે વિગતવાર માહિતી મળી શકતી નથી.
છઠ્ઠો અધ્યાય
કર્મકાડ.
સામાન્ય ભાગ,
જૈન પૂજા વિધિ અને હેતુ. જગતને સૃષ્ટા અને નિયન્તા સગુણ ઈશ્વર છે એમ જેનો માનતા નથી; તીર્થકરે નિર્વાણ પામ્યા છે, તેથી મનુષ્ય સ્વરૂપ તે ધારણ કરે એમ માનતા નથી, તેઓ અસંખ્યાત દેને સ્વર્ગમાં રાજ્ય કરતા માને છે, પણ તેમનું આયુ અને બળ પરિમિત છે એમ માને છે. છતાં એ એમના ધર્મમાં વિધિપુરઃસર પૂજા છે, અનેક ક્રિયાઓ થાય છે, ભવ્ય દેવાલ છે. યુરોપિયન ધર્મપ્રણાલીમાં જેને વિશ્વાસ છે, તેને આ બધામાં વિરોધ દેખાશે, પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જૈનો પૂજા વગેરે ક્રિયાકાંડ કરે છે તે દષ્ટિ વિષે વિચાર કરીએ તે એ વિરધભાવ ટળે તેમ છે.
આત્માને આવરણ દેતી અશુદ્ધિ, કર્મ અને કષાયરૂપ ટળે, તેમાંથી આત્મા મુકત થાય અને તે રીતે શુદ્ધ, સ્વચ્છ, નિષ્કલંક, પવિત્ર સ્થિતિ પ્રાપ્ત કરી શકાય એવું કરવું તે ધર્મમાત્રને હેતુ છે. આ હેતુ સિદ્ધ કરવાને તીર્થકરેએ પિતાના અનુયાયીઓને માટે વિધિ, વ્રત, તપ, પર્વ અને ક્રિયાની ચેજના કરી છે. બેશક એમાંની અનેક બાબતે અમુકને જ લાગુ પડે છે, અમુકને જ માટે જાયેલી હોય છે અને અમુક જ પાળે છે. ધાર્મિક