________________
(૩૫) છે. ધાર્મિક આચારના તેમની સાથેના મતભેદથી બીજા સંઘ ઉત્પન્ન થયા તેમને મૂળસંઘ મિથ્યાધમ માને છે. એ નવા સંઘમાંથી નીકળેલા મહત્ત્વના સંઘ નીચે પ્રમાણેના છે–૮૨
૧ દાવેદ સંઘ (એને મિત્ત સંઘ પણ કહે છે) પૂજ્યપાદના શિષ્ય વજનન્દીએ વિ. સં. પર૬ માં (ઈ. સ. ૫૮૩ માં?) મદુરામાં સ્થાયે હતે. અમુક ફળ ખાઈ શકાય કે નહિ? એ પ્રશ્ન ઉપર વિવાદ થવાને લીધે આ વિચ્છેદ પડે; આ સંઘના અનુયાયીઓ શીતળ જળે સ્નાન કરે છે ને વેપાર કરે છે એમ કહેવાય છે.
૨ ચાનીય સંઘ (એને પણ સંઘ પણ કહે છે) તામ્બર સાધુ શ્રીકલશે વિ. સં. ૭૦૫ માં (?) કલ્યાણ નગરમાં સ્થાએ હતે. “ધર્મલાભ” બેલી તેના સાધુઓ નમસ્કાર કરે છે, સ્ત્રીઓ નિર્વાણ પામી શકે અને કેવલી આહાર લઈ શકે એમ તેઓ માને છે, તેથી આ વિષયોમાં તેઓ “વેતામ્બરે સાથે એકમત છે.
૩ B સંઘ એ વિનયસેનના શિષ્ય કુમારસેને વિ. સં. ૭૫૩ માં (3) નન્દીતર નામે ગામમાં સ્થાયે હતું એવી એક કથા છે. બીજી કથા એવી છે કે લેહ પહેલાએ વીર સં. ૫૧૫ માં સ્થાપ્યા હતા અને તેની સ્થાપનાની હકીકત આ પ્રમાણે આપી છે–આગ્રેહા પાસેના હિસારમાં લેહ મરણશય્યાએ પડ્યા ને બેભાન થયા. હવે એ મરણ પામશે એમ ધારીને શ્રાવકે એ એમને સંલેખના વ્રત લેવરાવ્યું. ધાર્યા વિરૂદ્ધ લોહ તે સાજા થયા. એ જ્યારે વહેરવા નીકળ્યા ત્યારે એમણે સંલેખના વ્રત લીધેલું હોવાથી શ્રાવકોએ ભિક્ષાને નિષેધ કર્યો. આથી લેહ અગ્રેહા ગયા અને ત્યાં પિતાના ઉપદેશથી રાજા દિવાકરને અને ૧૨૫૦૦૦ અગ્રવાલને જૈન કર્યા. આમણે એમને આચાર્ય બનાવ્યા ને નિર્વાહ સાધન જ આપ્યાં. પૂજા કરવાની પ્રતિમા એમણે કાષ્ટની રાખી, તેથી સંઘનું નામ કાષ્ઠસંધ પડ્યું. સાધુ એ “ધર્મવૃદ્ધિ” બેલી નમસ્કાર કરે છે ને ગાયના વાળને રજેણે રાખે છે. - -