________________
(૩૬૦ ) અભ્યાસ કરેલે હોય છે અને તે બીજા મુનિઓ ઉપર નજર રાખે છે. ઉપરના બધા મુનિ કહેવાય છે. તેમાંથી જેમણે મહાનિશીથ સુધીનો અભ્યાસ કરેલો હોય છે તે શ્રાવકને વ્રત આપી શકે છે.”
એક ગચ્છમાં દાખલ થયેલે સાધુ અમુક વસ્તુસ્થિતિમાં બીજા ગચ્છમાં જઈ શકે અને તે પ્રસંગે તે અમુક મંત્ર ભણે, એને ભાવ એ હોય છે કે જુના ગચ્છમાંથી નવા ગચ્છમાં આવું છું તેમાં મારે કશે સ્વાર્થ સાધવાને નથી.*
બધા પ્રસિદ્ધ ગચ્છનું અને સંઘનું વર્ણન આ ગ્રન્થમાં આપવું ઉચિત જણાતુલ્ક નથી. જે મહત્ત્વના ગચ્છોની હકીકત વિગતવાર મળી શકી છે તેવા ડાનું વર્ણન અહીં તે કરીશ. તેમનું પણ વિસ્તારથી વર્ણન કરવા જેવું સાહિત્ય બહુ થોડું જ છે. જે હકીકત મળી છે તે બહુ થી છે અને વળી તે પ્રસંગે પાત્ત અસ્પષ્ટ છે, એ હકીકતના સત્યાસત્ય વિષે જેમણે મને એ આપી છે તેમના ઉપર જ મારે આધાર રાખ પડ્યો છે.
શ્વેતામ્બર,
મૂતિ પૂજક. ૧ ૩પેશ ગચ્છની ઉત્પત્તિ પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવે છે. એમના એક અનુયાયી કેશી સંઘના નેતા હતા, તે મહાવીર પ્રભુને મળી ગયા હતા. (પૃ. ૩૮) ઓસવાળ એ ગચ્છના શ્રાવક છે.
૨ હરતર ગચ્છની ઉત્પત્તિ એક કથા પ્રમાણે ઉદ્યોતનસૂરિ (ઈ. સ. ૯૩૭ સુધી) પછી થઈ છે. એ ગચ્છના પહેલા નેતા ત્યારે વર્ધમાનસૂરિ (૧૦૩૧ સુધી) હતા. એમણે પોતાના શિષ્ય જિનેશ્વરને ૧૨૨૨ માં આચાર્ય નીમ્યા હતા, એમના ઉપરથી એ ગચ્છનું નામ ખરતર (વધારે કઠણ) ગચ્છ પડ્યું; કારણ કે ગુજરાતમાં અણહિલવાડના રાજા દુર્લભના દરબારમાં ચિત્યવાસીએના આચાર્ય સૂરાચાર્યને એમણે પરાજિત કર્યા (૧૯૨૩), એમધું સુખ્યાત નામ ત્યારે ગચ્છ સાથે જોડાયું. બીજી કથા