________________
(૩૫૮) રહ્યાં નથી. જેનો પિતે જ માને છે૫ કે અમારા સમ્પ્રદાયોની સંખ્યા ચોક્કસ નથી. વેતામ્બરેના સંબંધમાં એમ કહેવાય છે કે એમનામાં ૮૪ ગચ્છ છે, તે ઉપરથી એમ માનવાનું નથી કે એમનામાં બરાબર ૮૪ જ ગચ્છ છે, અનેક ગચ્છ છે એટલું જ માની લેવાનું છે. (ભરતખંડમાં ૮૪ ની સંખ્યા હમેશાં અનેક અર્થવાચક છે.) ગચ્છનાં આજે જે નામ ગણાવવામાં આવે છે તેમાં અનેક મતભેદ છે અને અનેક પત્રકમાં પ્રખ્યાત ગાનાં પણ નામ હતાં નથી તે ઉપરથી જ નહિ, પણ એ બધા ગચ્છ ઉદ્યોતનસૂરિના સમયના (ઈ. સ. ૯૩૭) મનાય છે, એ ઉપરથી જ જણાઈ આવશે કે ૮૪ ની સંખ્યા સાચી હોઈ શકે નહિ; સ્વાભાવિક રીતે જ ત્યારપછી પણ અનેક નવા ગચ્છ ઉત્પન્ન થયા છે, અને તેથી નાહર ( Nahar) અને ઘષે ( Ghosh) પિતાનાં પત્રકમાં સે ઉપરનાં ગચ્છના નામ ગણાવ્યાં છે.*
આજે જે ગછ છે તેની સંખ્યા બહુ નથી. મૂર્તિપૂજક શ્વેતામ્બરેના ગચ્છ આ પ્રમાણે છે–પપા, ખરતર, પાયચન્દ અને અંચલ. એમનામાં સુધારક (સંવેગી) અને સંરક્ષક યતિ ત્યાગી. ( સાધુ અને યતિ) હોય છે, પહેલાના કરતાં બીજાની સંખ્યા બહુ મેટી હોય છે. યતિઓ સેંકડાબંધ હોય છે, સાધુઓ માત્ર થોડા જ હોય છે. (હાલ તે યતિઓની સંખ્યા ઘટી ગયેલી છે.)
અમદાવાદથી પંન્યાસ ગુલાબવિજયે આપેલી હકીકત ઉપરથી યાકેબીએ ગચ્છનું સંગઠન નીચે પ્રમાણે વર્ણવ્યું છે...૭
સમસ્ત ગચ્છના ઉપરી ભટ્ટારક કહેવાય છે (૧૬ મા સિકાના અન્તથી એ શ્રીપૂજ્ય કહેવાય છે). સાધુઓએ ચાતુર્માસ કયાં કરવું એને નિર્ણય એ કરે છે, સંઘ બહાર પણ એ જ કરી શકે છે. ગચ્છમાં બીજા પણ યતિમંડળ હોય છે અને તે દરેકના ઉપરી આચાર્ય હોય છે. આચાર્યની નીચે ઉપાધ્યાય (વાચક, પાઠક) હોય છે તે શાસ્ત્રની કથા કરે છે; ઉપાધ્યાયની નીચે પચાસ હોય છે તે યતિઓએ કરવાની ક્રિયા ઉપર નજર રાખે છે. પંન્યાસથી નીચે ગણિ હોય છે, તેમણે ભગવતી સુધીને