________________
(૩૬૧) - પ્રમાણે એ ગચ્છના ઉત્પાદક જિનદત્તસૂરિ (ઈ. સ. ૧૧૪૭) હતા. આ ગચ્છના અનુયાયીઓ મેટે ભાગે રાજપુતાનામાં અને બંગાળામાં છે, મુંબઈ ઇલાકામાં એના શ્રાવકે થોડા જ છે. ૫૦–૭૫ સાધુ અને ૩૦૦ લગભગ સાધ્વીઓ છે. યતિઓ અનેક છે. આ ગચ્છમાં શ્રીપૂજ્ય ઉપર શ્રાવકે બહુ પૂજ્યભાવ રાખે છે.
૩ તપ ગચ્છની ઉત્પત્તિ ઉદ્યોતનસૂરિ (ઈ. સ. ૭૭ સુધી) પછી થઈ છે. ઉદ્યોતને પોતાના શિષ્ય સર્વદેવને વટવૃક્ષ નીચે સૂરિપદ આપેલું, તેથી પ્રથમ તે આ ગચ્છ વટગચ્છ કહેવાય. એ ગચ્છમાં જગશ્ચન્દ્ર નામે એક અનુયાયી (અવસાન ઈ. સ. ૧૨૨૮) થઈ ગયા. એક રાજાએ એમને પ્રાચીન ભાવના પ્રમાણે તપ કરતા જોયા અને તેણે તેમણે તપા બિરૂદ આપ્યું, ત્યારથી એ ગચ્છનું નામ તપાગચ્છ પડયું. તપાગચ્છ આજે શ્વેતામ્બર સંપ્રદાયમાં સિોથી વધારે મહત્વનું છે. એના અનુયાયીઓ મુંબઈ ઇલાકામાં, પંજાબમાં, રાજપુતાનામાં ને મદ્રાસમાં છે, એમાં ૪૦૦ સાધુ ને ૧૨૦૦ સાધ્વી છે, તે ૧૩ આચાર્યો નીચે છે. યતિઓની સંખ્યા અતિ ઘણી છે ને તે શ્રીપૂ નીચે છે. શ્રીપૂજ્યની ૧૨ ગાદીએ ગણાય છે. સાથી મટા શ્રી પૂજ્ય જયપુર રાજ્યમાં રહે છે.
૪ પાર્શ્વઝ (શબ્દ) ગચ્છ એ તપાગચ્છની શાખા છે. તપાગચ્છના આચાર્ય પાર્ધચન્દ્ર (૧૪૮૦ માં હમીરપુરમાં જન્મ, ૧૫૫૫ અવસાન) ૧૫૧૫ માં એ ગચ્છમાંથી છુટા પડ્યા. કારણ કે એમણે કર્મવિષે નવે સિધ્ધાન્ત ખડે કર્યો અને નિયુક્તિઓ, ભાગે, ચર્થીઓ, અને છેદગ્રન્થને પ્રમાણભૂત ગ્રન્થ માન્યા નહિં. આજે પણ એ ગચ્છના અનુયાયીઓ અમદાવાદ જીલ્લામાં છે. તેમના ૮–૧૦ સાધુઓ ને ૨૦-૨૫ સાધ્વીઓ હશે, પણ યતિઓ અનેક છે અને તેમના શ્રીપૂજ્યની ગાદી બિકાનેરમાં છે.
૫ મિયા ગ૭ ૧૧૦૨ માં ચન્દ્રપ્રત્યે સ્થાપે, કારણ કે પ્રચલિત મતથી ક્રિયાકાષ્ઠમાં તેમને મત જુદે પડ્યો અને એમણે મહાનિશીથ સૂત્રની ગણના શાસ્ત્રગ્રન્થમાં કરવાની ના પાડી.