________________
( ૩૫૭ )
માકલ્યું નહીં, ત્યારે મઠાધીશે એ વસ્ત્રને ચીરી નાખ્યુ' ને તેનાં આસન બનાવ્યાં. આથી શિવભૂતિ ખૂબ ક્રોધે ભરાયે ને જાહેર કર્યું કે મહાવીરની પેઠે હવે હું પણ વજ્ર નહિ પહેર્ એમ કહીને એણે બધાં વસ્રોના ત્યાગ કર્યાં. તેની બહેન ઉત્તરાએ પણ એનુ અનુકરણ કર્યું. આથી નગરની વેશ્યાઓને માઠું લાગ્યું, કારણ કે એથી પેાતાના ધંધાને નુકશાન થશે એમ તેમણે માન્યું. સ્ત્રીઓએ નગ્ન ન રહેવું એવા મત શિવભૂતિએ પ્રચાર્યો ને જાહેર કર્યું કે સ્ત્રીઓ નિર્વાણ પામી શકે નહિ. આમ મહાવીરના નિર્વાણ પછી ૬૯ વર્ષે ચોટિ મિથ્યાવાદની ઉત્પત્તિ થઈ ને તેમાંથી દિગમ્બર સમ્પ્રદાય નીકળ્યેા.૭૪
એ મત ઉત્પન્ન થયાની વેતામ્બરા ઉપરની કથા જે કહે છે તેથી કેવળ જ ખીજી રીતની કથા દિગમ્બરે એ વિષે કહે છે. મગધમાં દુષ્કાળ પડ્યાના ઇતિહાસ ( પૃ. ૪૦ ) આગળ આપ્યા છે, તેની ચે વિરૂદ્ધની એ કથા છે. એમની કથા પ્રમાણે મસુર ગયેલા નહિ પણુ બિહારમાં રહેલા સાધુઓએ મહાવીરની આજ્ઞાવિરૂદ્ધ આચાર આચરવા માંડ્યા અને શાસ્ત્રવિધિ વિરૂદ્ધના આચાર એમણે કોઇ રીતે ત્યા નહિ. સ્થૂલભદ્રે તેમને પાછા વાળવા પ્રયત્ન કરવા માંડ્યા ત્યારે એમના એમણે ઘાત કર્યાં. એ વિખુટા પડેલા સાધુઓએ પેાતાના અલગ સમ્પ્રદાય સ્થાપ્યા ને એ ધંપત્તિા ( ઘણુ' કરીનેઃ અર્ધા વસ્ત્રવાળા ) કહેવાયા. આ સમ્પ્રદાયના સાધુઓએ ઉજ્જયિનીના રાજા ચન્દ્ર કીર્તિની કન્યા ચન્દ્રલેખાને ભણાવી હતી. એ કન્યાનાં લગ્ન વલ્લભીપુરના રાજા લેાકપાલ સાથે થયાં, ત્યારે એણે અર્ધપાલિક સાધુઓને પેાતાને નવે ઘેર નાતર્યાં. એનો પતિ એ સાધુઓને સત્કાર દેવા સામે ગયા. એ “ ન તે નગ્ન, ન તે વસ્ત્રવાળા સાધુઓને આવતા જોઈને રાજા હતાશ થયેા. તેથી રાણીએ સાધુઓને વસ્ત્ર માકલી દીધાં અને ત્યારે રાજાએ એમને તેડી આણીને સત્કાર આપ્યા. ત્યારથી અર્ધપાલિકાએ વસ્ત્ર ધારણ કરવા માંડ્યા તે પછી વેતામ્બર કહેવાયા.
""