________________
(૩૫૬)
એ બધા વિચ્છેદે તે નાના નાના પ્રશ્નોમાં ઉભા થયેલા અને તેમના ઉત્પાદકે પાછા સમ્યગધર્મમાં પાછા વળતાં એ વિછેદેને અન્ન આવત. પણ મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે જે ૬ ઠ્ઠો સમ્પ્રદાય નિકળ્યો તે વધારે મહત્વને હતે. સાધુ રેહગુપ્ત એવા મતને પ્રચાર કર્યો કે જીવ અને અજીવની વચ્ચે નજીવ નામે દ્રવ્યને એક ત્રીજે વર્ગ છે. બ્રાહ્મણધર્મનું વિશેષિક દર્શન આ ત્રિરાશી—વાદમાંથી ઉત્પન્ન થયું છે એમ જૈનો માને છે.
ત્યારપછી ૪૦ વર્ષે ગષ્ટમાહિલે એવા મતને પ્રચાર કર્યો કે જીવને કર્મયુદ્દગલનું બંધન નથી, પણ માત્ર સ્પર્શ છે. કારણ કે બંધન હોય તે તેમાંથી જીવ મુક્ત થઈ શકે નહિ અને તેને મુક્તિ પણ સંભવે નહિ. વળી એણે એવા પણ મતને પ્રચાર કર્યો કે મનુષ્ય સીમાબધ્ધ કાળ પર્યત ત્યાગનું વ્રત લેવું નહિ, પણ અસીમ કાળ પર્યતનું લેવું જોઈએ. સંઘે એના મતને સ્વીકાર કયે નહિ ને એને સંઘબહાર કર્યો.
૮ મે વિચ્છેદ એ છે કે જેણે કરીને આજે પણ સંઘમાં બે સમ્પ્રદાય ચાલે છે.
દિગમ્બર સમ્પ્રદાયની ઉત્પત્તિ વિષે તામ્બર ગ્રંથમાં કથા આ પ્રમાણે છે–રથવીરપુરમાં શિવભૂતિ નામે એક ક્ષત્રિય હતો. ત્યાંના રાજાને માટે એણે અનેક યુદ્ધ જીત્યા અને તેથી રાજાએ એને ખુબ સન્માન આપ્યું. આથી એ માનમત્ત થઈને એણે દડાદેડ કરી મૂકી અને મધ્યરાતે કે એથી યે મેડે ઘેર ગયે. તેની દુઃખી સ્ત્રી મેડી રાત સુધી એની વાટ જોતી બેસી રહી હતી, તેણે પિતાની સાસુને ફરિયાદ કરી. એ પણ જાગતી બેસી રહી ને શિવભૂતિ મેડેથી ઘેર આવ્યા ત્યારે એને ધમકાવ્ય ને બારણું ઉઘાડ્યાં નહિ. તેમજ જ્યાં બારણું ઉઘાડા હોય ત્યાં જવા કહ્યું. રાતવાસે કરવાને માટે ત્યારે એ ચાલતે થયે ને અત્તે જે ઘરનાં બારણાં ઉઘાડાં હતાં તેમાં પઠે. તે તે મઠ હતું તેથી તે સાધુ થઈ ગયો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને મૂલ્યવાન વસ્ત્ર મોકલ્યું. મઠાધીશોએ એ વસ્ત્ર પાછું મેકલવાની એને આજ્ઞા કરી, છતાં ચે શિવભૂતિએ પાછું