________________
(૩૫૫) કે કર્મ પૂરું થતાં પહેલાં જ તેનું ફળ મળવું શરૂ થાય છે એ બરાબર નથી. એણે પિતાની ભૂલ સુધારી નહિ ને તેથી મારીને મોક્ષ પામે નહિ.
બીજે વિચ્છેદ સાધુ તિષ્યગુરૂં પાડ્યો. શરીરના બધા પરમાઓમાં આત્મા વ્યાપક છે એવા મહાવીરના મત સામે એણે વાંધો ઉઠાવ્યું. પણ એક પવિત્ર શ્રાવકે આખરે એની ભૂલ ભાગી અને એને પાછું વાળે.
મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે આષાઢાચાય ના શિષ્યએ એક અભેદભાવ કાઢ્યો અને તેમણે પ્રચાર્યું કે સાધુમાં ને દેવમાં કશે ભેદભાવ માની શકાય નહિ. આ મતની ઉત્પત્તિ એક વિશિષ્ટ પ્રકારને કારણે થઈ છે. એક રાતે આષાઢાચાર્ય અકસ્માત મરણ પામ્યા ને તે વાત કેઈએ જાણું નહિ. બીજે ભવે એ દેવ થયા. તે તરત જ પિતાના પાછલા ભવના દેહમાં પ્રવેશ્યા. શિવેએ ભૂલ ખાધી અને જાણે પિતાના એજ ગુરૂ સન્મુખ છે એમ માની એમની હંમેશ પ્રમાણે સેવા કરવા લાગ્યા. પણ દેવ થયેલા એ ગુરૂએ એ શરીરને ફરી ત્યજી દીધું એટલે પોતાની ભૂલ સમજાઈ, ત્યારે શિષ્યએ પ્રકટ કર્યું કે અમુક સાધુ પિતે તપ કર્યા કરે છે અથવા તે દેવ થયો છે એ કેઈથી જાણી શકાય નહિ. આ લેકેએ કઈ રીતે પિતાને દુરાગ્રહ છોડ્યો નહિ, તેથી એમને સંઘબહાર કર્યા. અત્તે રાજા બલભદ્રે તેમને ફરી સાચા ધર્મમાં પાછા આણ્યા.
ત્યારપછી ૬ વર્ષે અશ્વમિત્રે એ વાદ ઉભે કર્યો કે એકવાર સર્વ જીવને અન્ત આવશે. એવા એ મિથ્યાવાદને કારણે એને સંઘ બહાર કર્યો, પણ પછી એક દાણીએ એની ભૂલ ભાગી ને અશ્વમિત્ર ક્ષમા પામે.
ત્યાર પછી ૮ વર્ષે ગંગે એ મિથ્યાવાદ ઉભો કર્યો કે ગરમ અને શીતળ એવા એકમેકથી વિરૂદ્ધ ભાવને ઉપયોગ એકને એક સમયે હોઈ શકે. ગંગને એટલા માટે સંઘ બહાર કર્યો. પણ પછીથી એને પોતાની ભૂલ માલમ પદ્ધ ને એણે પ્રાયશ્ચિત્ત કર્યું.