________________
( ૩ ) આપેલી આ એકની જીવનકથા ઐતિહાસિક વસ્તુરિથતિને કેવી રીતે અને કેટલે અંશે બંધબેસતી થાય એને નિર્ણય થઈ શકે એમ નથી; પણ પાર્શ્વનાથ પ્રસિદ્ધ કુળમાં જન્મ્યા હતા, એમની યુવાવસ્થા આનન્દમાં ગઈ હતી, એમને અનેક પ્રકારનાં ભૌતિક સુખ હતાં, છતાં એમણે વનવાસી સન્યાસીના ત્યાગપૂર્ણ, પણ આનન્દભર્યા જીવનમાં આત્માનું સાચું કલ્યાણ શોધ્યું અને તે એમને મળ્યું. એ કથાઓના તથ્ય વિષે તે શંકા લેવાનું કશું કારણ નથી. ઉંચી પદવી અને અતુલ સત્તા આપનાર સુખસંપત્તિથી પણ અસંતુષ્ટ થઈ સારા ઘરના જુવાને સંસાર છોડી દે અને આધ્યાત્મિક જ્ઞાનની ચર્ચામાં અને પ્રાપ્તિમાં પિતાનું જીવન સમર્પ દે એવી ઘટનાઓ ભારતવર્ષમાં ઠેઠ ઉપનિષદુ પૂર્વેના જુગથી તે આજ સુધી કંઈ વિરલ નથી, છતાં યે આ યુવાન સંન્યાસીએ સત્તાને ને રાજ્યને જે ત્યાગ કર્યો હતે, તે વિષે પછીના જુગના તેમના શિષ્યોએ અલૌકિક વર્ણન કર્યા છે અને એ વીરના ત્યાગને મહત્તા આપવાને માટે એ વર્ણનને પુષ્કળ અલંકૃત કર્યા છે. - જેનોના વર્ણવ્યા પ્રમાણે પાર્શ્વનાથના સિદ્ધાન્તને આ મુખ્ય સાર છેઃ અષ્ટ અને અશાશ્વત વિશ્વના ત્રણ ભાગ છે– કર્થો, એમાં દેવે વગેરે રહે છે; તિર્યો, એમાં મનુષ્ય તિર્યંચ વગેરે રહે છેઅને પોતો, તેમાં રાક્ષસ અને નરકવાસીઓ રહે છે. એ શાશ્વત, અવિનશ્ય જીવે અસંખ્ય છે. આ જીવે પોતે તે શુદ્ધ અશરીરી અને પવિત્ર છે, એમનું જ્ઞાન નિરવધિ, એમની શકિત અમર્યાદિત છે, એ પિતે પરિપૂર્ણ છે, અને પદવીમાં સૌ સરખા છે, તથાપિ પ્રકૃતિએ મળેલા એ ગુણે ઘણું જેમાં જલદી વિકાસ પામતા નથી; ઘણાખરા જીને જગતમાં લાંબા ટુંકા આયુષના દેહ મળેલા હોય છે, કોઈને દેવના, કેઈને મનુષ્યના, કેઈને પશુના, કેઈને વૃક્ષના અથવા કેઈને નરકવાસીના મળેલા હોય છે, તૃષ્ણ અને દુઃખના ચક્રમાં સપડાયેલા હોય છે. તેમનું જ્ઞાન, તેમની શકિત, તેમની આધ્યાત્મિક સ્થિતિ સંપૂર્ણ વિકસેલી હતી નથી અને તેમનું અનિવાર્ય પ્રારબ્ધ તેમના જીવનને ઉર્વસ્થિતિએ લઈ જઈને સુખ, પ્રભુત્વ અને