________________
( ૧૯ )
સૈકામાં પ્રસિધ્ધ કર્યાં. ત્યારે પાર્શ્વનાથે ઇ. પૂ. ૮૦૦ ને આશરે જૈનધર્મની સ્થાપના કરી એવું સ્વીકારીએતે। દનશાસ્ત્રના ઇતિહાસમાં કઇ અડચણ આવતી નથી, એટલુ જ નહિ પણ તે જીગના ધાર્મિક જીવન વિષે આપણને જે માહિતી મળે છે, તેને એ સ્વીકારથી અનેક રીતે અનુકૂળતા મળે છે.
જીવાત્માના અસ્તિત્વ વિષેના સિધ્ધાન્ત- સ્પષ્ટ રૂપે પ્રથમ પાર્શ્વનાથે જ સ્થાપ્ચા કે કેમ ? તેમના પછીના આચાર્યોં તેમને અનુસર્યાં અને તેમના સિધ્ધાન્તને પેાતાના તત્ત્વજ્ઞાનમાં વણી લીધેા કે કેમ ? અથવા પાર્શ્વનાથે કોઇ પૂર્વાચાર્ય ના એ સિધ્ધાન્ત પેાતે સ્વીકારી લીધેા અને એને પોતાની દનપ્રણાલીમાં વણી લીધેા કે કેમ ? તે નિશ્ચિત ભાવે કહી શકીએ એવી સ્થિતિમાં હજીયે આપણે નથી. જૈનધર્મના ઇતિહાસના આ મહત્ત્વના કહ્યુડાના ઉકેલ હવે પછીના સ ંશેાધનથી વખતે થાય, એટલે આપણે એ તરફથી ખસીને પાર્શ્વનાથ તરફ્ જઇશુ ને જે પરિમિત સાહિત્ય આપણી પાસે છે તે વડે એમનું જીવન અને એમના સિધ્ધાન્ત વિવેચના દૃષ્ટિએ તપાસીશું અને એમને વિષે છમી ખડી કરીશુ.
પાર્શ્વનાથ.
મળી આવતાં વર્ણન પ્રમાણે પ્રખ્યાત ડ્વાકુ કુળના રાજા સેન અને એની રાણી વામને ઘેર કાશીનગરમાં પાર્શ્વનાથે જન્મ લીધેા હતેા. પિતાના ભવ્ય દરબારમાં યુવાવસ્થા આનન્દુમાં ગાળ્યા પછી ૪૦ વર્ષની વયે એમના મનમાં ભૌતિક સુખાની અનિત્યતા વિષે વિચાર આવ્યા, જગતના અને એનાં સુખના ત્યાગ કર્યાં ને સન્યસ્ત લીધું. થાડા સમયમાં એમને આત્મજ્ઞાન પ્રકટ્યુ અને પેાતાને પ્રાપ્ત થયેલા સત્યના એ પ્રચાર કરવા લાગ્યા. ૧૦૦ વના થયા ત્યારે બિહારમાં આવેલ સમેતશિલ ઉપર ગયા ( અને એમના નામ ઉપરથી આજે પણ એ શિખર પાર્શ્વનાથ પર્યંત કહેવાય છે. ), ત્યાં અન્નજળના સમૂળા ત્યાગ કર્યા અને એવી સ્થિતિમાં એક માસ રહ્યા પછી નિર્વાા પદને પામ્યા.
જૈનોએ પેાતાના ધ ગ્રન્થામાં અનેકવિધ કથાઓ દ્વારા