________________
( ૩૪૮ )
શ્રાવકાએ માંધેલા ઉપાશ્રયમાં સાધુ સાધ્વીએ રહેવુ એ વધારે શ્રેયસ્કર મનાય છે, કારણ કે એ ઉપાશ્રય સંઘના ઉપયાગને માટે તથા સાધુ સાધ્વીને ઉતરવા માટે જ હાય છે.
સાધુ સાધ્વીના જીવનમાં પાળવાના નિયમે પણ વિગતવાર વિધિ-નિષેધ રૂપે બતાવેલા છે. અશુદ્ધતાનું અને સાંસારિક ભાવાનુ નિવારણુ કરવાને તથા દીક્ષિત જીવનને ચાગ્ય અભ્યાસની અને તપની અનુકૂળતા કરવાને હેતુએ એ નિયમો ઘડેલા છે. સાધ્વીઓ માટેના નિયમે સાધુ માટેના નિયમ કરતાં કાંઇક વધારે આકરા છે, કારણ કે એમનું પતન થવાના વધારે સંભવ છે. વિધિ-નિષેધ ગમે એટલા ખતાવ્યા પણ કાળ જતાં સાધુસંઘની અવનતિ થયા વિના રહી નથી. ઘણા વિધિ-નિષેધા માત્ર બહારથી જ પળાય છે અને પ્રાચીન વ્યવસ્થા ધીરે ધીરે અવ્યવસ્થિત થતી જાય છે. પિરણામ એ આવ્યું છે કે અનેક માણસા સાધુનાં કપડાં પહેરી ફરે છે, પણ તેમાંથી થોડા જ સાધુનામને શાલે એવા આચાર પાળે છે. ચાણાએ (કૌટિલ્યે) જે શ્લાકક લખ્યા છે (અને જેના ઉપયોગ જૈનો પણ વારવાર કરે છે) તે આ વિષયમાં સાચા પડે છે. તે ક્લાક નીચે પ્રમાણે છે :
-
शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे 1 साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥
હાલ લાક। દીક્ષા લે છે તેનાં કારણે। જોતાં એવી સ્થિતિ જણાઇ આવે છે કે દીક્ષાને માટે જે ચાગ્યતાની જરૂર છે તે ઘણામાં હાતી નથી. જેમને સંસારના મેાહ ઉતરી ગયા હૈાય ને મુક્તિની સાધના સાધવી હાય તેવાઓએ જ સાધુ થવુ જોઇએ. પણ આજે તે સ્વાભાવિક રીતે એવી સ્થિતિ થઇ પડી છે કે જેમને એવા શુદ્ધ હેતુ હાતા નથી તેવા પણ સાધુ થાય છે. સાધુ થયે ઉત્તરનિર્વાહ અનાયાસે થઇ શકે છે, વિનાચિન્તાએ અને વિનાશ્રમે ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે અને સારી રીતે રહી શકાય છે એમ માનનાર પણ સાધુ થઈ જાય છે, વળી