________________
(૩૪૯ )
બધા લેકે સ્વેચ્છાએ જ સાધુ થાય છે તેમ પિતાના આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાએ જ સાધુ થાય છે એવું પણ કંઈ નથી, તેથી સાધારણ રીતે સંખ્યા વધારવાને માટે ધનાઢ્ય શ્રાવકે કુમળી ઉમરના બાળકને તેમનાં માબાપ પાસેથી ખરીદી લે છે અને તેમને શિક્ષણ આપવાને કાજે યતિઓને સેપે છે. બ્રાહ્મણ વિધવાઓ પાસેથી તેમના અનાથ બાળકને ખરીદવા ઠીક પડે છે, કારણ કે સ્વાભાવિક રીતે જ એ બાળકે અનુકૂળ હોય છે અને દેશની સંસ્કારી નાતના એ બાળકે હેવાથી એમને ધર્મનું શિક્ષણ આપવું સહેલું પડે છે. દુષ્કાળના વર્ષમાં નિધન વાણિયા બ્રાહ્મણોના બાળકો ખરીદી લીધાના દાખલા પણ વારંવાર મળી આવે છે. ખુદ યતિઓ પણ રખડતા બાળકને પોતાની પાસે રાખે અથવા પોતાને અનુકૂળ શ્રાવકે પાસેથી તેમના બાળકને માગી લે ને તેમને પોતાના શિષ્ય બનાવે એવા દાખલા પણ મળી આવે છે.૬૪) સાધુ થવાની જેમને અન્તરની પ્રબળ પ્રેરણું થઈ નથી તેવા માણસને દીક્ષા અપાય તો તેઓ બરાબર વ્રત પાળે એવી આશા રાખવી અકારણ છે; આમ સંઘ વધારવાને હેતુએ બાળકોને દીક્ષા આપવામાં આવે તે પ્રાચીન સાધુભાવનાની અવનતિ થાય એમાં કશું આશ્ચર્ય નથી.
આવા પ્રકારના પ્રવેતામ્બર સાધુઓ માટે ભાગે ગોરજી કહેવાય છે ( યતિ પણ કહેવાય છે ). એ લેક સાધુવ્રત એવી શિથિલતાથી પાળે છે કે અનેક જૈન તેમને સાચા સાધુ માનતા નથી; હલકી વર્ણના અને અનાથ બાળકને તેમની બાલ્યાવસ્થામાં ખરીદી લે છે અને તેમને સાધુ બનાવે છે, તેમાં ના ઘણે અંશે આ યતિઓ હોય છે, પરિણામે સંઘમાં તેમનું બહુમાન જળવાતું નથી, તેનું બીજું કારણ એ પણ છે કે એમનામાં બહુ સંસ્કાર પણ હતા નથી અને તેથી તેમને બહુ શાસ્ત્રજ્ઞાન પણ હોતું નથી. ધર્મના વિધિ પાળવામાં બહ શિથિલ રહે છે ને માત્ર બાહ્યાચાર પાળે છે. એ નિરન્તર વિહાર કરતા નથી, પણ એક જ સ્થાને પડ્યા રહે છે, સ્વાદિષ્ટ ભેજન જમે છે, પથારીમાં સુએ છે અને પ્રસંગોપાત બ્રહ્મચર્યભંગને પણ