________________
(૩૪૭ ) મૂકવી જોઈએ. પછી ગુરૂ તે વસ્તુ જે જે સાધુને આપે તે તે તેને રાખે.
મહાવીરના તીવ્ર નિયમ પ્રમાણે તે સાધુએ એક ગામમાં એક જ દિવસ અને એક નગરમાં પાંચ જ દિવસ રહેવું જોઈએ. પછીના સમયમાં આ આજ્ઞાને જરા શિથિલ કરી અને એક ગામમાં વધારેમાં વધારે એક સપ્તાહ સુધી ને એક નગરમાં એક માસ સુધી રહી શકાય એવું ઠરાવ્યું. કેટલાક ગ્રન્થ તે બે માસની પણ પરવાનગી આપે છે. વરસાદની–ઋતુમાં ચાતુર્માસમાં તે સર્વ સાધુએ વિહાર અટકાવી દે ને એક સ્થાને ચાર માસ રહી જવું જેથી જીવહિંસા થાય નહિ.
કેવે સ્થાને રાત ગાળવી જોઈએ, એ વિષે પણ અનેક વિધિ છે. વેતામ્બર સાધુને અને સાધ્વીને લગતા આ પ્રકારના વિધિ પ્રાચીન કલ્પસૂત્રમાં આપેલા છે, તેનું શુબ્રિગે કરેલું ભાષાન્તર નીચે આપું છું –
જે ઘરમાં ડાંગરના, મગના, અડદના, તલના, કઠોળના, ઘઉંના કે જવના દાણું આમતેમ વેરાયા હેય કે એકઠા થઈ ગયા હોય તે ઘરમાં સાધુએ કે સાધ્વીએ રસ્તે જતાં પણ રહેવું નહિ. દાણ વેરાયા ન હોય કે એકઠા થઈ ગયાં ન હોય, પણ કઠારમાં ભર્યા હોય કે તેના ઢગલા માર્યા હોય તે ભીંત બાંધીને આંતરી લીધા હાય, રાખથી ૨પેન્યા હોય કે છાણથી થેપી લીધા હોય, એવું જ્યાં દેખાય ત્યાં સાધુ કે સાધ્વી ઉનાળે કે શિયાળે રહી શકે. જ્યાં ચેખાના લેટનાં કે કોઈ જાતના ફળના લોટનાં માટલાં મૂકયાં હોય, ઠંડા કે ગરમ તાજાં પાણીનાં માટલાં મૂક્યાં હોય, આખી રાત દી કે દેવતા સળગતે હોય તે ઘરમાં સાધુએ કે સાધ્વીએ રસ્તે જતાં પણ રહેવું નહિ. ઘરમાં નજર કરતાં જ્યાં આવું ન દેખાય તે ઘરમાં એક કે બે રાત રહી શકાય. પણ તેથી વધારે નહિ. જે વધારે રહે તે પિતાના દેષને અનુસરતું પ્રાયશ્ચિત્ત કરે. ૪૬૨