________________
(૩૪૬) (ધાતુના નહિ) જળપાત્ર અને આહારપાત્ર, જળપીતા પૂર્વે એને ગાળવાને માટે વસ્ત્રગણી, વાયુના જતુની હિંસા થાય નહિ એટલા માટે મેઢે બાંધવાની મુખપટ્ટી (સ્થાનકવાસી સાધુ આ મુખપટ્ટી કાયમની મેઢે રાખે છે), બેસતાં જતુની હિંસા થાય નહિ તેથી બેસતાં પૂર્વે તે સ્થાન વાળીને સ્વચ્છ કરવા માટે એક રજોહરણ અને એક દંડ, એટલી વસ્તુઓ સાધુ રાખી શકે. મૂર્તિપૂજક તે ઉપરાંત પાંચ અક્ષ ( સ્થાપનાચાર્ય)ને ચંદનની નાની લાકીઓ (ઠવણ), એક પુસ્તક કે એવી કઈ વસ્તુ પિતાના ગુરૂના સ્મરણચિહ્નરૂપે રાખે છે. માથું ઢાંકવું નહિ જોઈએ; વાળ તે ચુંટીજ કાઢવા જોઈએ, પણ આજકાલ તે એ દુઃખજનક વિધિને બદલે કાતરને ઉપયોગ પણ કરવામાં આવે છે.
સાધુએ સર્વ પ્રકારના વિલાસને ત્યાગ કર જોઈએ. તેણે ન તે નહાવું કે ન તે દાતણ કરવું. તેણે ખુલ્લી જમીન ઉપર કે બીજી કોઈ કઠણ પથારી ઉપર સુવું. તેણે દેવતા સળગાવે નહિ અને રસોઈ રાંધવી નહિ. એણે જૈન ગૃહસ્થને ત્યાંથી ભિક્ષા માગી લાવીને ખાવું; જૈનેતરને ત્યાં ભિક્ષા માટે જવું નહિ. ભિક્ષા માગવા દિવસના એક જ વાર જવું અને તેમાં પણ અમુક નિયમ પાળવાના છે. તે પ્રમાણે જે ઘરનાં બારણાં ઉઘાડાં હોય તેજ ઘરે જવું, ગૃહસ્થને ઘેર જે અન્ન વધ્યું હોય અને જેને ઉપગ એ કરનાર ન હોય તે જ અન્ન લેવું-વહેરવું. સાધુભિક્ષાને જ માટે રંધાયું હોય તે અન્ન લેવું નહિ. ભિક્ષામાં ભાત, રોટલી, ખીર, મીઠાઈ તેમજ ઉકાળેલું પાણું લેવાય છે. સાધારણ રીતે પ્રત્યેક સાધુ પિતાને માટે ભિક્ષા માગવા જતા નથી, પણ એક જાય છે તે બીજા સાધુઓને માટે પણ ભિક્ષા લઈ આવે છે. કારણ કે તે રીતે કરવાથી બીજા પિતાના અભ્યાસમાં કે તપમાં અખલિત ધ્યાન દઈ શકે છે. મળેલી ભિક્ષા ઉપાશ્રયમાં લાવે છે ને ત્યાં સૈ વહેંચી ખાય છે. અન્ન સિવાયનું દાન અમુક સીમામાં જ સ્વીકારી શકાય; પડું, રજોહરણ કે એવી જ કેઈ સાધુજીવનમાં ઉપયોગી વસ્તુ સ્વીકારી શકાય પણ તે ઉપાશ્રયમાં આણુને પિતાના ગુરૂને ચરણે