________________
(૩૪૫) પાંગળ, ૬ ભિક્ષા વગેરે માગીને જે ખાઈ શકે નહિ એ. રેગી, ૭ ચોર, ૮ રાજાથી અથવા ન્યાયાધીશથી દંડાયેલે, ૯ આત્મનિર્બળ, ૧૦ આંધળા, ૧૧ ધનથી ખરીદાયેલે દાસ, ૧૨ કષાયથી અને ઈન્દ્રિયવિલાસથી દુર્બળ બની ગયેલે, ૧૩ તીર્થકરેના નામ પણ યાદ રાખી શકે નહિ એ નિબુદ્ધિ, ૧૪ વાણુ, ૧૫ (વેશ્યાને, નિન્દાયેલા ધંધાવાળાને વગેરે) નીચ કુળમાં ઉત્પન્ન થયેલ અથવા (બ્રહ્મઘાતી વગેરે) નીચ કર્મ કરનાર, ૧૬ જેણે અમુક કામ માથે લીધાં છે ને જેની દીક્ષાથી એ કામ અટકી પડે તે, ૧૭ વસ્ત્ર અને આહાર માટે જે બીજા ઉપર આધાર રાખતો હોય તે અને ૧૮ જેને દીક્ષા લેવા માટે તેના માબાપની કે વાલીની કે વડિલની સમ્મતિ ન હોય તે." °
૨૦ પ્રકારની સ્ત્રીઓથી દીક્ષા લઈ શકાય નહિ. ઉપર જે ૧૮ પ્રકારના પુરૂષોથી દિક્ષા લઈ શકાય નહિ એવું જણાવ્યું છે, તેવી જ ૧૮ પ્રકારની સ્ત્રીઓથી દીક્ષા લઈ શકાય નહિ, તે ઉપરાંત ૧૯ ગર્ભવતી તેમજ ૨૦ ધાવણું બાળકવાળી સ્ત્રીથી પણ દીક્ષા લઈ શકાય નહિ.
એ પણ ખાસ બેંધી રાખવા જેવું છે કે અમુક પ્રકારના અપંગ માણસથી દીક્ષા લઈ શકાય નહિ, એટલે કે જેના હાથ પગ કે બીજા અંગ કપાઈ ગયા હોય તેનાથી અથવા ખુંધા વામણા વગેરે જન્મની ખેડવાળાથી દીક્ષા લઈ શકાય નહિ. સાધુસંઘમાં સારા જ માણસો આવી શકે એટલા માટે આ નિયમ કર્યા છે. પણ જે દીક્ષા લીધા પછી કેઈને હાથ પગ જાય તે તેનાથી આચાર્ય થઈ શકાય નહિ. કાણાને સાધુસંઘમાં પ્રવેશવાની પરવાનગી છે, પણ તેનાથી ઉંચું પદ પામી શકાય નહિ ?
- સાધુએ સ ધસમ્પત્તિને ત્યાગ કરવો પડે. પણ શ્વેતામ્બર સમ્પ્રદાયમાંના સાધુ બે પ્રકારનાં વસ્ત્ર રાખી શકે છે. પહેરવાનું ને ઓઢવાનું. સાધારણ સાધુ વેત અને સવેગી પીળાશ પડતાં વસ્ત્ર રાખે. વળી પિતાના હંમેશના ઉપયોગને માટે લાકડાનાં