________________
(૩૪) રાખેલા જીવાતખાનામાં એમને ખાવાને માટે અનાજ વગેરે નાખ વામાં આવે છે. દરેક વર્ષને અન્ત જીવાતખાનાને માટે નવી નવી જગા પસંદ કરવામાં આવે છે અને જુના જીવાતખાનાને ૧૦-૧૨ વર્ષ બંધ કરી રાખે છે. એમ માનવામાં આવે છે કે એટલા કાળમાં અંદરના જીવજંતુ સિા મરી પરવારે છે, ત્યારપછી એને ખાલી કરે છે અને અંદરના કચરાને ખાતર ખાતે વેચી નાખે છે.
સાધુ અને સાધ્વી. સંસારના ભાતિક પ્રયાસોને અસાર માનીને જેમણે તપ કરવા અને ધાર્મિક ધ્યાન ધરવા દીક્ષા લીધી હોય તે સાધુ અને સાધ્વી કહેવાય છે. સાધુવ્રતની ભાવના પ્રમાણે ગૃહસ્થ પાળવાનાં પાંચ અણુવ્રત તે એમણે તીવ્રભાવે પાળવાં જોઈએ એટલું જ નહિ પણ કમને ક્ષય કરવાને માટે અને તેનાં નવાં બંધનમાંથી બચવાને માટે ૨૦૮મા પૃષ્ટ ઉપર જણાવેલાં મહાવ્રત પણ પાળવાં જોઈએ. આજે વેતામ્બર અને દિગમ્બર સમ્પ્રદાયના સાધુસંઘે નોખા પડી ગયા છે, તેથી એ બને વિષે આપણે નેખું નાખું વર્ણન કરીશું. પહેલાં “વેતામ્બર સાધુસંઘને લઈશું; કારણ કે આજે ( સ્થાનકવાસીઓ સહિત) એ સમ્પ્રદાય બહુ મેટે છે અને વળી એના વિષે વર્ણન કરવાનાં સાહિત્ય પુષ્કળ અને વિશ્વાસગ્ય મળી આવે છે.
શ્વેતામ્બરેના સર્વમાન્ય સિદ્ધાન્ત પ્રમાણે જે માણસની મને વૃત્તિ ધાર્મિક હોય, જેની પિતાની ઈચ્છા હોય અને જેનાં માબાપ, સગાંસંબંધી કે વીલ સમ્મતિ આપતાં હોય તે જ માણસ દીક્ષા લઈ શકે; એનામાં ધાર્મિક ગ્યતા હેવી જોઈએ અને સાધુયોગ્ય આચાર આચરવાની શારીરિક અને માનસિક શક્તિ હેવી જોઈએ.
નીચેના ૧૮ પ્રકારના પુરૂષથી દીક્ષા લઈ શકાય નહિ. ૧ આઠ વર્ષથી નાનું બાળક, ૨ વૃદ્ધ ( સ્વેચ્છાથી ઉપવાસ કરીને એ સંસારમાંથી મુકત થઈ શકે), ૩ કલીબ, ૪ નપુંસક, ૫