________________
( ૩૧૩ )
દરેક જમાનામાં માટી માટી રકમ આપનાર દાનવીર થઈ ગયા છે અને તેમણે સઘના ઉપયેગને માટે માટી માટી રકમ આપી છે. જૈનધર્મની વિશ્વવ્યાપક ભાવનાને અનુસરી શ્રાવકાનું દાન, મનુષ્યસમાજમાં જ અટકી પડતું નથી, પણ પશુ-પંખી સુધી પહોંચે છે. પર્દિનેએ કસાઇવાડે જતાં અમુક પ્રાણીઓને શ્રાવકા ખરીદી લે છે ને છુટાં મૂકી દે છે. વળી પ્રાણીઓની રક્ષા કરવાના હેતુએ જૈનોએ પાંજરાપાળ નામે વિશિષ્ટ પ્રકારની સસ્થાઓ સ્થાપી છે.
પાંજરાપેાળામાં અનેક પ્રકારનાં પ્રાણીઓને રાખવામાં આવે છે. ૧૮૭૫ ની શરૂઆતમાં અમદાવાદની પાંજરાપેાળમાં ૨૬૫ ગાય ખળદ, ૧૩૦ ભેશે, ૫ આંધળાં પાડાં, ૮૯૪ ઘેટાં, ૨૦ ઘેાડા, ૭ ખિલાડીઓ, ૨ વાંદરા, ૨૭૪ કુકડા, ૨૯૦ મતક, ૨૦૦૦ કબુતર, ૫૦ પેાપટ, ૨૫ ચકલીઓ, ૫ સમળીએ અને ૩૩ ખીજા ૫ખી હતાં. કેટલાક પ્રાણી એમના માલેક પાંજરાપેાળમાં મૂકી જાય છે ને કેટલાંકને ખરીદી લાવે છે. એ ખરીદી લાવનાર માટે ભાગે પ્રજાજન હેાય છે, તે તેમને કતલ થતાં ખચાવવાનુ પુણ્યકાર્ય કરે છે. પાંજરાપાળના અધિકારી પણ વારંવાર પશુએનાં ચાટામાં જાય છે અને પશુઓને મરતાં બચાવવાને જોઇતાં ઔષધ આપે છે. પશુઓને માટે ભાગે લેાક ઘેર પાળે છે અને તેમને ચરવાને માટે ગૌચર અલગ રાખેલાં હેાય છે. પાંજરાપેાળમાં જન્મેલાં પ્રાણીને ઘણું કરીને વેચતા નથી, પણ સારા માણસને ઘેર માકલે છે. જે પ્રાણી પાંજરાપેાળમાં મરી જાય છે તે પ્રાણીનાં શખ ઘણે ભાગે ઢેઢને આપી દે છે અગર વેચે છે. ઢેઢ તેને લઇ જાય છે, તેનું ચામડું ઉતારી લે છે ને પછી તેને દાટી દે છે.
-
થેાડીક નાની સિવાયની ઘણી ખરી પાંજરાપેાળા જીવાત ખાના પણ રાખે છે. અમદાવાદ વિગેરેમાં એ જીવાતખાનાના એક માણુસ, વરસાદમાં જ્યારે કચરાના ઢગલાની ગંદકી વધી જાય છે ત્યારે પાળામાં એક કાળા લઈને ફરે છે અને આ કોથળામાં જીવજંતુ એકઠા કરે છે. એ જીવજન્તુને માટે