________________
(૩૪૨) શિકારને, માછીને ખેતીને, હથિયાર બનાવવાને ને વેચવાને, હાથીદાંતને, જેમાં હાડકાં ને વાળ વપરાયા હોય એવી વસ્તુ એને, કુવા–વાવ ખેદાવવાને, મને ને મશીનને, પશુને ને ગુલામને વગેરે. એ નિષેધ કદાપિ બરાબર પાળવામાં આવ્યા નથી, કારણ કે ઈતિહાસમાં આપણે અનેક જૈન સેનાપતિઓ જાણીએ છીએ અને આજે પણ અનેક ખેડુત છે. પણ છતાંયે સામાન્ય રીતે પોતાના ધર્મની આજ્ઞા અનુસાર ઘણુ ખરા જેને વેપાર કરે છે અને તેમાં ઘણું ખરૂં મેતીને, કાપડને, દાણાને ને ખાસ કરીને શરાણીને વેપાર કરે છે.
શ્રાવકેનાં દાનથી સાધુઓને અને ધાર્મિક સંસ્થાઓને નિર્વાહ ચાલે છે. અને એ સંસ્થાઓ તે દાનને પાત્ર પણ હોય છે. ધનિક જેનેની દાનવૃત્તિ અને સમર્પણવૃત્તિ અનેક રીતે દેખાઈ આવે છે. અનેક ધર્મસેવકેનું એમના સાધુજીવનમાં એ પિષણ કરે છે, એટલું જ નહિ પણ દેવાલ અને ઉપાશ્રય બંધાવે છે. અનેક વેપારીઓ કીતિ લાભને કારણે પણ પુષ્કળ દ્રવ્ય ખર્ચે છે, અને એ મનુષ્યપ્રકૃતિને અનુસરતું છે; પણ ભૌતિક વાસનાને હેતુઓ દાન કરતાં જૈનાચાર્યોએ એમને વાર્યા છે, તે માનવિજયજીના કરેલા ધર્મસંગ્રહમાંનાં કથન ઉપરથી જણાઈ આવે છે. એમાં જણાવ્યું છે કે “નવાં દેવાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય છે તેના કરતાં જુના ઉદ્ધાર કરવાથી આઠગણું પુણ્ય થાય છે, કારણ કે નવાં બંધાવનારનું કામ જલદી બહાર દેખાઈ આવે છે, ઉદ્ધાર કરાવનારનું કામ જુનામાં સમાઈ જાય છે ને તેથી તેટલું બહાર દેખાઈ આવતું નથી. હજીચે પણ અનેક દેવાલયે ધર્મને પિસે નવાં બંધાય છે, નવા વિચારના જેનો માને છે કે દાનધર્મને આ ભૂલભરેલે ખ્યાલ છે. કારણ કે પછીથી અનેક વખત એવી સ્થિતિ આવી પડે છે કે તે દેવાલયની મરામત કરવાના કે તેમાં પૂજા કરવામાં પણ સાધન રહેતાં નથી, અને નવા દેવાલયે બંધાવવાની કંઇ એટલી બધી જરૂર નથી. છતાંયે જેન ગેઝેટ જણાવે છે કે “આરા જેવાં સ્થાને પૂજા કરવા આવતા જૈનોની સંખ્યા કરતાં દેવપ્રતિમાઓની સંખ્યા વધારે છે.”