________________
( ૩ ) મળી આવે છે. સમસ્ત જૈન સમાજ ઉપર ભારે ધાર્મિક અસર કરતા હોય એવા સાધુઓ આજે ય છે. તેઓ દુઃખને ને સંકટને પ્રસંગે શ્રાવકેની સાથે ઉભા રહે છે, એમને ધાર્મિક બધ આપે છે, અને બીજા ધર્મોની સામે શાસ્ત્રાર્થ કરવાનાં સાધને આપી પિતાના ધર્મનું રક્ષણ કરે છે અને એવી રીતે ચારે બાજુએથી બીજા સય્યદાની વચ્ચે આવેલા જૈનધર્મને સાચવી રાખે છે. હમણું જ સ્વર્ગવાસી થયેલા વિજયધર્મસૂરિ જેવા સુવિખ્યાત સાધુઓને બધા સમ્પ્રદાયના જૈનો બહુ માન આપે છે, એ જ સ્પષ્ટ રીતે દેખાઈ આપે છે કે પ્રબળ વ્યક્તિ કેટલી ભારે અસર કરી શકે છે. બીજી બાજુએથી પિતાની ધર્માન્જતાથી અને સંઘની સાથે શત્રુભાવે ને સંકુચિત વૃત્તિએ વર્તી રાજ રેજ કલહ કરવાથી હલકી વૃત્તિના સાધુઓ ખરાબ અસર કરે છે, એવી દીર્ઘદર્શ જેનોની ફરિયાદ પણ છે. તેઓ કહે છે કે આગળ વધતા વિચારોમાં તેમની અતિશય ધર્માન્જતા માર્ગમાં બાધા નાખે છે ને જેનધર્મની અવનતિ આણે છે.
શ્રાવક સંઘ,
૨૦૫માં પૃષ્ઠ ઉપર જણાવેલા અણુવ્રત ધાર્મિક શ્રાવકે લેવાં પડે છે. તેની અસર તેના જીવનના સમસ્ત આચાર ઉપર થાય છે. જેમાં જીવની હિંસા કરવી પડી હોય એ આહાર એ પછી લઈ શકે નહિ; કેઈપણ પ્રકારનું માંસ કે મધ એ ખાઈ શકે નહિ; તેમજ કેહળું, બટાટા, ડુંગળી, લસણ, ગાજર, મૂળા વગેરે શાક ખાઈ શકે નહિ, કારણ કે એમાં બહુ જન્તુ હોય છે. માત્ર પાકાં ફળ જ ખાઈ શકે. મદિરાપાનને ખાસ નિષેધ છે. પીવાના પાણીને વાપરતા પહેલાં ગળવું જોઈએ ને ઉકાળવું જોઈએ. સૂર્યાસ્ત થતા પહેલાં ખાઈ લેવું જોઈએ, કારણ કે અંધારે અજાણતાં નાના જન્તુ ખાવામાં આવી જાય. ધંધે પસંદ કરવામાં પણ શ્રાવકે ધર્મની આજ્ઞાને અનુસરવું જોઈએ અને જે ધંધામાં જીવહિંસાને સંભવ છે તેવા અનેક ધંધાને એને પ્રતિબન્ધ છે. એમાંના કેટલાક ધંધા નીચે પ્રમાણે છે. યુદ્ધને,