________________
(૩૪)
સાધુએ પિતાના ગુરુને બચકું ભર્યું હતું, તેથી તુરત જ એને સંઘ બહાર કર્યો. પછી શ્રાવકેએ એક દરજીને બેલા, તે સાધુને માટે ગૃહસ્થગ્ય કપડાં શીવડાવ્યાં, તે પહેરવાની એને આજ્ઞા કરી, ત્યાંથી ૪૪ માઈલ દૂર આવેલા થાન નામે રેલવે સ્ટેશનની ટિકીટ કઢાવી આપી ને તેને ગાઉએ બેસાડી દીધા. એ સાધુએ પોતાના પાપને માટે ઘણું ચે પસ્તા કર્યો, પણ રાજકેટમાં તે એને ક્ષમા ન જ મળી, એણે તે નગર છેડવું જ પડ્યું.
શ્રાવકેની સત્તા સાધારણ સાધુ ઉપર જ ચાલે છે એમ નથી, સંઘના ઉપરી શ્રીપૂજ્ય ઉપર પણ ચાલે છે. એવું પણ જણાઈ આવ્યું છે કે અગ્ય પુરૂની ગાદીએ બેસાડવા વિધિપુરઃસર ચુંટણી થઈ ગઈ હોય તે છતાં યે તેમને ગાદીએ બેસતા શ્રાવકોએ અટકાવ્યા છે. શ્રીપૂ સાથે સંઘને અણબનાવ થયું હોય અને તે કારણે તેમને સંઘબહાર કર્યા હોય એવા પ્રસંગે પણ પટ્ટાવલીમાંથી મળી આવે છે. શ્રાવકની આવા પ્રકારની સત્તા તેમના પિતાના જ સંઘમાં સાધારણ રીતે ચાલે છે; ખરતરે ખરતર સંઘની, તપાગચ્છવાળા તપા સાધુઓની ચિન્તા રાખે છે; અને એવી રીતે આખા જૈન સંઘમાં ચાલે છે. ૬
સાધુઓના ચારિત્ર ઉપર શ્રાવકેને આટલે અંકુશ હેવા છતાં યે તે તીવ્ર નથી અને સદા સફળ નથી. શ્રાવકના આદાસિન્યને અને અજ્ઞાનને કારણે યતિઓ સાધુવ્રત બહુ ઓછાં કે નહિ જેવાં જ પાળે છે, અને તેમનામાં પૂરે સાંસારિક ભાવ આવી જાય છે. શુદ્ધ હૃદયના માણસોની ઈચ્છા પિતાના ધર્મને સંસ્કારી રાખવાની ઘણી યે છે, છતાં આથી તેમને દેષ જડમૂળથી નથી જતે.
ધર્મજ્ઞ સાધુઓની સત્તા શ્રાવકેના ધાર્મિક જીવન ઉપર ઘણું ચાલતી અને હજી યે ઘણું ચાલે છે. વિશાળ જનસમાજના અને સારા ધનવાનેનાં જીવન ઉપર અસર કરી હોય અને એ જીવનને જૈનધર્મની ભાવનાને અનુસરતાં બનાવ્યાં હોય એવાં અનેક હિતૈષી સાધુઓના નામ આપણને ઇતિહાસમાંથી