________________
(૩૩૯) જીવનનિર્વાહ ધાર્મિક શ્રાવકના દાનને આધારે ચાલે છે અને તેથી તેઓ શ્રાવકને તેટલે અંશે આધીન છે. જૈનધર્મમાં સાધુસંધ અને શ્રાવકસંઘ વચ્ચે બહુ નિકટને સંબંધ છે. મહાવીરે સંઘની જે સુદઢ યેજના બાંધેલી, તેથી તે કાળથી જ શ્રાવકસંઘ સાધુસંઘ ઉપર કંઈક અંશે સત્તા ભગવતે આવે છે અને તેથી સત્તા મેળવવાના કે કઈ સાંસારિક બાબતમાં માથાં મારવાના પ્રયત્નથી સાધુને દૂર રહેવું પડે છે, તેમજ સાધુજીવન ઉપર સંયમ રાખીને તેમણે પિતાની ઉચ્ચતા જાળવી રાખવી પડે છે. રાજપુતાના અને . ગુજરાતના સાધુસંઘમાં ધીરે ધીરે શ્રાવકને એવી સત્તા મળી ગઈ છે કે તેઓ સાધુઓની દીક્ષા, શિક્ષા ને ચારિત્ર ઉપર પણ કંઈક સત્તા ભોગવે છે. જી. બુઈલર જૈનોના આ પ્રકારના સંઘબંધનને આ વિષયમાં સ્કોટિશ કી ચર્ચની સાથે સરખાવે છે." અનેક સ્થળે તે સાધુઓના ચારિત્ર ઉપર શ્રાવકે ખુબ અંકુશ રાખી શકે છે, એમ આ નવા કાળની અનેક ઘટનાઓ ઉપરથી જણાઈ આવે છે. ૧૯૧૩ ના અરસામાં સાધુ જિનસેન આવ્યા હતા ને તે ત્યાંના શ્રાવકે પાસેથી ભિક્ષા લઈને પિતાને ઉદર નિર્વાહ કરતા હતા. કેટલાક જૈનોએ એ સાધુના પૂર્વજીવન વિષે તપાસ ચલાવી અને તેમને માલમ પડ્યું કે એ ખરી રીતે સાચા સાધુ નહોતા, પણ જેમતેમ નિર્વાહ ચલાવી શકાય એટલા માટે એણે સાધુને સ્વાંગ ધારણ કરી લીધો હતે. એ મિથ્યામુનિ સામે શ્રાવકેએ પગલાં ભરવા વિચાર કર્યો, પણ તે મુનિ ઝટપટ નાસી ગયે ને સજામાંથી બચી ગયો. મીસીસ સ્ટિવન્સન (mrs. Stivenson) જણાવે છે કે પાલીતાણામાં એક સાધુ સેનાની કેમવાળાં ચશમા પહેરત. સાધુઓ કેઈપણ પ્રકારની ધાતુ પોતાની પાસે રાખી શકે નહિ તેથી શ્રાવકેએ એ ચશમા જોયા, ત્યારે એમણે જાહેર કર્યું કે સંઘનું શાસન તેડવાને કારણે એને સાચે સાધુ માની શકાય નહિ. તેવી જ રીતે તપાગચ્છને એક સાધુ પગે વિહાર કરવાને બદલે આગગાળમાં મુસાફરી કરતું હતું, તેથી જે શ્રાવકે એના સંબંધમાં આવતા તે એને સાધુ લેખતા નહિ. રાજકેટમાં એક સ્થાનકવાસી