________________
. ( ૩૩૮) જરૂર જણાઈને એમણે હાકાર ઉપરાંત નાજાર દંડની યોજના છે, ત્યારપછી ચેથા કુલકરના સમયમાં તે પ્રમાણે કહેવાથી ચાલ્યું. પમાથી ૭ મા સુધીના કુલકરેએ બે ઉપરાંત ત્રીજી ધિક્કાર દંડની ચેજના કરી, તે વળી માકારથી યે વધારે કઠોર હતી. ( દિગમ્બરને મતે પહેલા ૫ કુલકરે હાકાર દંડ દેતા, પછીના ૫ માકાર દંડ દેતા અને છેવટના ૪ ધિક્કાર દંડ દેતા.૫૧) વધતી જતી દુષ્ટતાને અટકાવવા એથી બીજા વધારે કઠેર ચાર પ્રકારના દંડ દેવાની રાજા ભરતને જરૂર પી. એ ચાર પ્રકારના દંડ આ હતાઃ (૧) ઠપકે, ઉપાલ, (૨) અમુક જાહેર સ્થળે અપરાધીને બાંધી રાખો, (૩) કેદ અને (૪) એક કે વધારે અંગનું છેદન. માલ મિલકત જપ્ત કરવાને ૮ મે દંડ પાછળથી પાછો ઉમેરાયે.
દંડ દેવાના વિધિ ધર્મના સિદ્ધાન્તને અનુસરીને યોજવામાં આવેલા છે અને તેથી એમના સ્મતિકાએ સામાજિક અપરાધાના દંડનું વિધાન આપતાં ધર્મશાસ્ત્રો ઉપર દષ્ટિ રાખી છે. હેમચન્દ્રની રાત્રીતિ માં એટલા માટે એક ખાસ અધ્યાય મૂકવામાં આવ્યું છે ને તેમાં પ્રાયશ્ચિત્ત વિષે વિવેચન કરવામાં આવ્યું છે. અશુદ્ધ જાતિઓ સાથે ભોજન લેવા માટે અને એવા બીજ અપરાધે કરવા માટે તેમાં જુદા જુદા પ્રાયશ્ચિત્તના વિધાન આપવામાં આવેલાં છે. જે મનુષ્યોએ આવી રીતે પ્રાયશ્ચિત્ત કરવાનાં હોય છે તેમણે જિનેની પૂજા, તીર્થસ્નાન, ઉપવાસ, યાત્રા, જ્ઞાતિજન, દાન, એવું કંઈક કરવું પડે છે. એમ ન કરનારને નાતબહાર મૂકવામાં આવે છે.
ધાર્મિક અને સાંસારિક
સંઘનું બંધારણ પ્રત્યેક તીર્થકરે સંઘની ચેજના જેલી. સંઘમાં ચાર તીર્થ હોય છે. ૧ સાધુ, ૨ સાધ્વી, ૩ શ્રાવક, ૪ શ્રાવિકા. સંઘનું ધામિક શાસન સાધુઓના હાથમાં હોય છે, અને એમની મર્યાદા નીચે બીજા સે તીર્થ ચાલે છે. સાધુઓને અને સાથ્વીને