________________
ન ચાખવું એ કેષાધ્યક્ષથી બની શકે નહિ. પાણીમાંની માછલી જાણી શકે નહિ કે હું પાણી પીઉં છું, એમ રાજાને એ અધિકારી જાણી શકે નહિ કે હું સુવર્ણ લઉં છું.”39
રાજા ચુંટાઈને કે તલવારથી જીતીને રાજ્ય પામે છે. ભારતખંડના ઈતિહાસમાં એવા પણ અનેક પ્રસંગ છે કે જ્યારે બળવાન અમાત્ય નિર્બળ રાજાને ઢાંકી દે છે અને પોતે જ બધું રાજ્ય ચલાવે છે. અન્ત પિતે જ રાજમુકુટ પહેરી લે છે કે પિતાના વારસને રાજ્યાસને બેસાડી દે છે. મૃત્યુ પામેલા અપુત્ર રાજાની પાછળ ગાદીએ બેસાડવાને અમુક કેઈ પુરૂષને પસંદ કરવાની વિશિષ્ટ પ્રણાલી જેનકથાઓમાં નીચે પ્રમાણે વર્ણવી છે–૪૮
હસ્તી, અશ્વ, અભિષેક કરવાને કળશ, ચામર અને છત્ર, એ પાંચ રાજચિહ્ન (દિવ્ય) કહેવાય છે. તેમને નગરમાં અને તેમની આસપાસ ફેરવવામાં આવે છે. મૃત્યુ પામેલા રાજાની પાછળ જેના નસીબમાં ગાદીએ બેસવાનું લખ્યું હોય એ પુરૂષ મળી આવે ત્યારે હસ્તિ શબ્દ કરે છે, અશ્વ ખાંખારે છે, કળશ તેના મસ્તક ઉપર અભિષેક કરે છે, ચામર તેને વાયુ નાખે છે અને છત્ર એના ઉપર ધરાય છે. આજુબાજુના લેક જાણું જાય છે કે પંચદિગ્યે એ પુરૂષને રાજા તરીકે પસંદ કર્યો છે, તેથી એને વધાવી લે છે ને ગાદીએ બેસાડે છે.
રાજનીતિની પેઠે ન્યાયપ્રણાલી પણ મુખ્ય અંશેમાં જેનોની અને હિંદુઓની એક સરખી છે. મનુએ પિતાની સ્મૃતિમાં દાવાનાં નીચે પ્રમાણેનાં ૧૮ કારણ આપેલાં છે. ૧ કરજ આપવું નહિ તે, ૨ થાપણ ઓળવવી, ૩ પારકી વસ્તુને વેચી દેવી, ૪ ભાગમાં વેપાર કરે, ૫ આપેલું દાન પાછું લેવું, ૬ કરાવેલ પગાર ન આપ, ૭ કરેલે ઠરાવ તેડ, ૮ વેચેલી કે રાખેલી વસ્તુ દેવી નહિ કે લેવી નહિ, ૯ સ્વામી અને સેવક વચ્ચેને વાંધે, ૧૦ સીમા સંબંધે વિવાદ, ૧૧ મારામારી ને ગાળાગાળી, ૧૨ ચોરી, ૧૩ જોરજુલમ, ૧૪ વ્યભિચાર, ૧૫ સ્ત્રીપુરુષ વચ્ચેના વિવાહ, ૧૬ વારસાના વિભાગ, ૧૭ ચૂત અને ૧૮ પશુપક્ષી