________________
(૩૩૫ ) પિતાનાં પાડોશી રાજ સાથે જરૂર પડ્યે રાજ્યનીતિની ૬ પદ્ધતિ એને વિવેકથી ઉપયોગ કરો. એ ૬ પદ્ધતિ આ છે-સંધિ, વિગ્રહ, યુદ્ધ ચઢવાની તૈયારી, તટસ્થતા, દ્વિધાભાવ, શાન્તિ અથવા સંચય. બળાત્મક સાધનને ઉપયોગ કરવાનો પ્રસંગ આવે ત્યારે અને જૈન ધર્મના પ્રસિદ્ધ સિદ્ધાન્ત “અહિંસા"ની વિરૂદ્ધ હોય ત્યારે માત્ર એટલી જ સરત રાખવી કે શત્રુને દબાવવાનાં બીજાં સૈ સાધન નિષ્ફળ જાય ત્યારપછી જ, જરૂરને પ્રસંગે એ બળાત્મક સાધનને ઉપગ કર. જે વિગ્રહને અટકાવી ન શકાય તે કમમાં કમ એટલી સરત તે રાખવી જ કે જેમ બને તેમ માણસની હત્યા ઓછી થાય અને અનુચિત ક્રૂરતા ન વપરાય.
રાષ્ટ્રની અંદરની રાજનીતિમાં પણ રાજાએ કુશળતાથી કામ કરવું અને એ રાજનીતિમાં સર્વ પ્રકારનાં સાધનને ઉપ
ગ કરશે. રાજ્યના બધા શત્રુઓને વશ કરવા, જે સીધી રીતે વશ ન થાય તેને છળથી કે બળથી વશ કરવા. ભરતખંડમાં રાજાને અંદરના શત્રુ પણ અનેક હોય છે. એના અન્તઃપુરમાં પણ એનું જીવન સલામત નથી, એનાં સગાંસંબંધી કે વારસ પણ એને મારી નાખવાના પ્રયત્ન કરે છે. બહુ પ્રાચીન કાળથી ભરતખંડની રાજનીતિમાં ગુપ્તચર મહત્ત્વનું અંગ મનાય છે, રાજા એને પોતાની પ્રજાના ભેદ જાણવા જે છે ને તેના રાજ્ય સામેના સૈ પ્રપંચના ભેદ એ રાજાને કહી દે છે. રાજ્યની વ્યવસ્થા કરવામાં રાજાને તેના અમાત્ય, સેનાપતિ અને અન્ય અધિકારી વર્ગ સહાયતા આપે છે. એમને નીમવાને માટે બહુ દીર્ધદષ્ટિ વાપરવાની જરૂર છે. પોતાના રાજાના હિતને ધર્મ આચરી શકે એટલા માટે રાજસેવકમાં જે ગુણેની આવશ્યકતા છે, તે ગુણે બરાબર એનામાં હોવા જોઈએ. ભરતખંડના અધિકારીઓમાંથી એક દેષ કદાપિ દૂર નથી થતું, એ એમને દઢતાએ વળગી રહે છે. કાટલ્ય એને વિષે આમ કહે છે –
જીભ ઉપર મુકેલું મધ અથવા વિષ ન ચાખવું તે બની શકે નહિ, એમજ રાજાના કેષમાંના સુવર્ણમાંથી કાંઈક ને કંઈક