________________
( ૩૩૪) ચતુરંગ ( હસ્તી, અશ્વ, રથ, પદાતિ) નિરૂપણ કરે છે. રાજાને સત્તા આપવામાં આવે છે અને તેને દેવને અંશ માનવામાં આવે છે, તેથી તેણે દેશના ને પ્રજાના સુખદુઃખને માટે જવાબહાર રહેવાનું છે. જે એણે પિતાનો એ ઉંચે ધર્મ સારી રીતે બજાવ હોય તે તેણે પાંચ કર્મ પ્રતિદિન કરવાં જોઈએ. હેમ ચંદ્ર એને પંચયજ્ઞ કહે છે ને તેનું વર્ણન એક લેકમાં આ પ્રમાણે કરે છે -તેણે અપરાધીને સજા કરવી. સાધુ પુરૂષને માન આપવું, કેષને વધાર, નિઃપક્ષપાત ન્યાયાધીશ થવું અને રાષ્ટ્રનું રક્ષણ કરવું. જેણે આ ભાવનાઓ પ્રમાણે ચાલવું છે, તે રાજાએ બધી રીતે સદ્દગુણ થવું જોઈએ; તેનાથી ક્રૂર થવાય નહિ, લેભી થવાય નહિ, અતિશય ઈન્દ્રિયવિલાસથી ને છુત, મૃગયા વગેરે નિષિદ્ધાચારથી દૂર રહેવું ઘટે.
રાજાએ રાજ્યમાં વ્યવસ્થા રાખવી હોય અને વિરૂદ્ધ વર્તન નાર અંદરના અને બહારના શત્રુને દાબવા હોય તે જાતે ગમે તેટલા જૈનધર્મના આચાર પાળતે હેય તો પણ તેણે સાચી રાજનીતિને અનુસરવું જોઈએ. સમદેવ સ્પષ્ટ શબ્દોમાં નીચે પ્રમાણે કહે છે –
આ જગતને વ્યવહાર આચરવાનું સર્વોત્તમ સાધન લેકાયત છે, કારણ કે જે રાજાએ લોકાયતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે રાજ્યના કાંટાને ( અંદરના અને બહારના શત્રુને) ઉખેડી નાખવાની કાળજી રાખે છે. જેના માં માત્ર દયા જ ભરી છે, તે પિતાના હાથમાં એકવાર આવેલી સમ્પત્તિનું રક્ષણ કરી શકો નથી. દુષ્ટાત્માઓ ઉપર દયા રાખવી એ સાધુને શોભે, રાજાને નહિ. જે માણસ ક્રોધ તેમજ ક્ષમા દેખાઈ શકતું નથી તેને ધિક્કાર છે! જે શત્રુ સામે શૈર્ય દાખવી શકતું નથી, તે જીવતે છતે મુઆ સમાન છે.”
જે રાજાએ આ ભાવનાને અનુસરવું છે, તેણે નિરંકુશ શક્તિએ ચાલ્યા જવું અને રાજ્યના હિતને પ્રસંગે એકવારે નિર્દોષ નહિ એવાં સાધન પણ વાપરતાં પાછું વાળી ન જેવું.