________________
(૩૩૩) થયા પછી એમના પૂર્વજોએ પિતાને જૈનધર્મ વિરૂદ્ધને બંધ છે દીધું હતું અને વેપાર હાથમાં લીધું હતું. પણ એમના કુટુમ્બને વહેવાર તે ધર્માન્તર કરતા પૂર્વે જેમ હતું તેમ કર્યા પછી પણ ખેડાના ભાવસાર સાથે જ ચાલે છે અને એ લેક તે જૈન નહિ પણ વૈષ્ણવ છે.
ભરતખંડમાં નાતવહેવાર કેવા પ્રકારના છે તે ઉપરની હકીકતથી સ્પષ્ટ રીતે સમજશે. જૈનધર્મના અનુયાયીઓને બીજા ધર્મના અનુયાયીઓ સાથે લગ્નવહેવાર રાખવું પડે છે, કારણ કે ધર્મની દષ્ટિએ જે કુટુઓ એકમેકની સમીપ આવ્યાં હોય તેઓને લગ્નવહેવારે જોડાવાની પરવાનગી, એમની નાતેનાં સર્વ શકિતમાન રૂઢિબંધન આપતાં નથી.
રાજકાજ. જૈનધર્મ જ્યારે પૂરસત્તામાં આવ્યું હતું, ત્યારે રાજામહારાજાઓએ એ ધર્મ સ્વીકાર્યો હતે અને અનેક રાજાએ એ ધર્મને રાજ્યધર્મની પંક્તિમાં મૂક્યું હતું; આ કારણને લીધે જૈનને રાજકાજમાં પણ ભાગ લેવે પડેલો ને તેથી તે સંબંધના પણ એમના વિચાર વિકાસ પામેલા. મુખ્યત્વે કરીને તે એમની રાજ્યનીતિ બ્રાહ્મણ રાજ્યનીતિને આધારે જ જાયેલી છે. એટલા માટે અહીં તે જૈનનીતિશાસ્ત્રોએ જે વિશેષ સિદ્ધાન્ત મૂકયા હશે તે જ જણાવીશું, જેને સ્પષ્ટ રીતે જેનનીતિ કહી શકાય તેને ટુક સાર આપીને સંતોષ માનીશ.
જેનો માને છે કે રાજનીતિ અને ન્યાયપ્રણાલી પહેલા તીર્થકર રાષભદેવના સમયથી જ શરૂ થયેલી (પૃ. ર૭૨) અને એમના પુત્ર ભરતે એને વ્યવસ્થિત કરેલી. જેનોનું રાજકીય તત્વદર્શન રાજાવગરના રાજ્યની હકીકત આપે છે, પણ રાજાને પાયે ત્યાંથી જ નંખાય છે. ભરતખંડને મહાન રાજનીતિજ્ઞ કૌટિલ્ય કે ચાણક્ય છે, જેનો એને જૈન માને છે. એણે પિતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે ના સાથ અને તેની સાથે રાજ્યના 9 તત્વનું-સ્વામી, અમાત્ય, સુહુત, કેષ, રાષ્ટ્ર, દુર્ગ, બલ