________________
( ૩૩૧ )
આપતા. પહેલાં એટલા માટે અમદાવાદના વૈષ્ણવ વેપારીઓ પાંજરા પાળમાં રકમ ભરતા અને જૈન તહેવારને દિવસે પેતાની દુકાનો બંધ રાખતા. પણ પછીના વખતમાં એ રિવાજ બંધ પડ્યો છે. મહાજનના પાંચમાં શેઠીઆ જૈનોમાંથી ચુંટાતા ને વંશપરપરાગત રહેતા એ વાત જ સામીત કરે છે કે એ મહત્તા જૈન વેપારીએ ભાગવતા; જેમકે અમદાવાદમાં નગરશેઠનુ પ્રભાવશાળીપદ અનેક જમાનાએ થી જૈન ભાગવે છે. નગરશેઠને ઘણી જાતના અધિકાર છે, તેમજ ઘણી જાતની ફરજો પણ છે. જેમકે દુષ્કાળ પડે ત્યારે નગરને માટે એણે પ્રાયશ્ચિત્ત કરવાનું હાય છે ને ઇંદ્રદેવ વિગેરેને પ્રસન્ન કરવા માટે નગરની ચારે બાજુએ દૂધ રેડતા પ્રદક્ષિણા કરવી પડે છે. અનેક નગરશેઠાએ પાતાનાં નગરની ભારે સેવાએ મજાવી છે. ૧૭૨૫ માં મરાઠા અમદાવાદને લુટવા આવ્યા ત્યારે શેઠ ખુશાલચંદ લક્ષ્મીચન્દ્રે નગરને અચાવ્યું હતું. તેના ઉપકારમાં બધાં મહાજનાએ તેમને, જે બધા માલ નગરને ઘીકાંટે તાળાય તેની કિંમત ઉપર દોકડા ચઢાવવાની, સત્તા આપી હતી. દેશીરાજાઓએ એમને અને એમના વંશજોને અનેક પ્રકારનું માન આપ્યુ હતુ. અને તેથી દરબારમાં સારૂ આસન મેળવવાના, અને છત્રી મશાલ ધરાવવાના એમને અધિકાર મળ્યા હતા. ર
જૈનોમાં અનેક ધનવાના છે. એ લેાકેા માત્ર વેપારી જ છે એવું નથી, એમાંના કેટલાક ન્યાયાધીશે ને કેટલાક અધિકારીએ પણ છે, જે જૈનો દ્વિજ નથી હાતા એટલે કે ચતુ અથવા પંચમ હાય છે તે પણ વેપાર કરે છે.
તેમાં
ઘણુાખરા જૈનો વેપાર એટલા માટે પસંદ કરે છે કે, અહિંસા ધર્મને આછામાં ઓછા ખાધ આવે છે. પણ અનેક પ્રકારના જીવની હિંસા કર્યાં વિના ચાલે જ નહિ એવા પણ ધંધા અનેક જૈન કરે છે; જેમકે, ખેતીના ધંધામાં અજાણ્યે પણ અનેક જીવહિંસા થાય. મુંબઇ ઇલાકાના ૩ સતારા ૪ તેમજ મિજાપુર જીલ્લામાં અનેક જૈન ખેડુતા છે તે પેાતાને હાથે પેાતાની સ્ત્રીઓની સહાયતાથી સ પ્રકારનું ખેતીનું કામ કરે છે. મૈસુર રાજ્યના