________________
(૩૨૫) મનુષ્ય સમાન હતા. અષભદેવના સમયમાં જ પ્રથમ વર્ણવિભાગ થયા ને તેવારે પણ ત્રણ જ વર્ણ હતા. ક્ષત્રિય તે પ્રજાનું આયુધ વડે રક્ષણ કરતા, વૈશ્ય તે વેપાર, ખેતી ને ગોપાલન કરતા; શદ્ર તે અનેક પ્રકારની સેવા કરતા. શદ્રોના વળી બે પ્રકાર હતા; કારીગર ને બીજા. કારીગર સ્પેશ્ય હતા અને બીજા અસ્પૃશ્ય હતા. તેમને બીજાથી દૂર વસવું પડતું. ભરતે વળી એ વર્ણવ્યવરથાને વધારી. શાઓને અભ્યાસ કરે અને ધર્મ ક્રિયા કરાવે એ બ્રાહ્મણને ધાર્મિક વર્ણ ઉભું કર્યો.૧૦
અષભે અને ભરતે જે જે મનુષ્યને તેમના વિવિધ (વ્યવહાર) ધર્મ વહેંચી આપ્યા, તેમના વંશજ તેને અનુકૂળ નાતેમાં આજે છે, પછી ભલે તે જૈન ધર્મમાં હોય કે પછી કાળ જતે મિથ્યાત્વમાં પડ્યા હોય અથવા તીર્થંકરના ધર્મમાંથી નીકળી ગયા હોય કે બ્રાહ્મણ ધર્મમાં ચાલ્યા ગયા હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રમાં પછીના કાળમાં અનેક પ્રકાર પડી ગયા અને દરેક વર્ણમાંથી નિષિદ્ધ કાર્યો કરવા માટે તેમાંના લોક બહિષ્કાર પામ્યાથી વળી તેમની જુદી જુદી નાતે થઈ અને તેમાંની અનેક તે શુદ્ર વર્ણની લેખાઈ
જેનોની આજની વર્ણવ્યવસ્થા વિષે એમ કહેવું જોઈએ કે બહુ કાળથી વિકાસ પામતે પામતે એણે આજનું સ્વરૂપ લીધું છે, કેવી રીતે અને કેવા સંગબળેએ એ આજનું સ્વરૂપ ધારણ કર્યું છે તેને નિર્ણય હજી થયું નથી. એટલું તે નક્કી છે કે પ્રાચીન ઈતિહાસકાળમાં સર્વે જૈનોમાં એકમેક-સાથે રેટીબેટીને વહેવાર હતો અને તેમના સંઘની તુટીને આટલી બધી જાતે નહેતી થઈ ગઈ. તેમનામાં ચાર વર્ણ હતા, પણ મૂળે તે તે ધંધાને અનુસરીને હતા, જન્મને અનુસરીને નહિ. જુદા જુદા વર્ણમાં લગ્ન કરવાને વ્યવહાર સ્મૃતિવિધેય ગણાતો. બીજાવર્ણની સ્ત્રી સાથે લગ્ન કરનારના સંતાનને વારસાહક કેવે પ્રકારે હોય? તેનો વિધિ ભદ્રબાહુસંહિતામાં ગ્લૅક ૩૧ થી આવે છે. જુદી જુદી નાની ઉચ્ચનીચતા આજના હિન્દુઓ જે રીતે માને છે, તેથી જુદી જ રીતે પ્રાચીન કાળે જેને માનતા. એ ધર્મ સદા