________________
(૩૬
બ્રાહ્મણવિધી હતી, તેથી સમાજમાં ક્ષત્રિયને પ્રથમ પદે સ્થાપતે અને બ્રાહ્મણને ક્ષત્રિયની નીચે માનતે. મહાવીરના જન્મપ્રસંગમાં આનું સ્પષ્ટ પ્રમાણે વેતામ્બર કથાઓ આપે છે. કથા કહે છે કે ચરમતીર્થકર પ્રથમ તે બ્રાહ્મણ માતાને પેટે ઉત્પન્ન થયા હતા, પણ પછી તેમને ક્ષત્રિયમાતાની કુખમાં લઈ જવામાં આવ્યા; કારણ કે ઈન્દ્ર વિચાર્યું કે તીર્થકરે “ અન્ત કુલને વિષે, નીચ કુલને વિષે, દરિદ્ર કુળને વિષે, ભિક્ષુક કુળને વિષે, બ્રાહ્મણ કુળને વિષે કદાપિ જન્મ લે નહિ, પણ માત્ર ઉગ્ર કુળને વિષે, ભેગ કુળને વિષે રાજકુળને વિષે જ લે. ”
આજે તે જેનોમાં અનેક જાતિઓ છે, એટલે કે એક સમાન નામે ઓળખાતે અનેક મનુષ્યને એક એક એવા અનેક સમૂહ છે. દરેક જાતિ અનેક કાળથી પિતપોતાને અમુક ધંધે કર્યું જાય છે, પોતાની ઉત્પત્તિ અમુક મનુષ્યથી કે દેવથી થયેલી માને છે અને તે દરેક સમૂહમાંનાં મનુષ્ય એકમેક સાથે અમુક વ્યવહારથી, ફરજથી ને હકથી સંજાયેલા છે. પ્રાચીન કાળના વર્ણમાં અને આજની એમની જાતિમાં સમાનતા બહુ થી જ છે. જે કંઈ સમાનતા હોય છે એટલી જ છે કે આજની જાતિને પ્રાચીન અમુક કઈ વણમાં મૂકવામાં આવે છે અને તેના ભાગ તરીકે માનવામાં આવે છે. આજની નાતે બહુ દયભાવે બંધાયેલી છે, તે પોતાના નાતીલાઓના ખાનગી જીવન ઉપર પણ પોતાના કાયદાથી અધિકાર ચલાવે છે અને તેમના આહાર વિહાર ઉપર પણ ઝીણી નજર રાખે છે. નાતના નિયમ પ્રમાણે વહીવટ ચલાવવા પંચાયત નીમાયેલી હોય છે. નિયમે તેડનારને એ પંચાયત સજા કરે છે અને ત્યારે અપરાધીએ અમુક પ્રાયશ્ચિત્ત કરવું પડે છે કે તેણે પોતાની નાત જમાડવી પડે છે, કે પાંજરાપોળમાં અમુક રકમ આપવી પડે છે, કે પછી પંચાયત ફરમાવે તે કરવું પડે છે. ગંભીર પ્રકારના અપરાધને માટે અપરાધીને નાતબહાર મૂકે છે. અખાદ્ય ખાવું, નિષિદ્ધ લગ્ન કરવું કે સમુદ્રપાર પરદેશગમન કરવું? એ નાતબહારની સજાને પાત્રના અપરાધ ગણાય છે. નાતબહાર
૧ સમુદ્રપાર જનારને નાતબહાર કરવાનું હવે બંધ થયું છે,