________________
(૩ર૪) વીરધર્મના ઉપદેશકેની પ્રચાર-આતુરતાને સમુદ્રની પણ બાધા ની નથી. એવી કથાઓ અનેક મળી આવે છે કે દૂર દૂર દ્વીપના અધિવાસીઓને પણ જૈનધર્મમાં લીધા હતા અને દિગમ્બરે જણાવે છે કે જયપુરથી ૧૫૦૦ કેસ દૂર, રામેશ્વરની પેલી બાજુએ, સમુદ્રમાં જૈનબદ્રી નામે દ્વિીપ છે, અને તે જૈન વિદ્યાનું મુખ્ય ધામ છે મહમદ પહેલાં જેનો અરબસ્તાનમાં ગયા હતા એવી પણ કથા છે. પ્રાચીન કાળે જૈન વેપારીઓ પોતાના ધર્મને સાગરપાર લઈ ગયા હશે એ પણ સંભવે છે, આરબ દાર્શનિક અબુ-લ-અલ માઆરી સંબંધે પછીથી જણાવીશું. વર્તમાન કાળે પણ જૈનો યુરેપમાં પિતાના ધર્મને પ્રચાર કરવાના પ્રયાસ કરે છે અને પૃ. ૮૧ ઉપર જણાવ્યું છે તેમ ઈગ્લેંડમાં અને અમેરિકામાં કેટલાકને જૈનો બનાવ્યા પણ છે.
આ ઉપરથી જણાઈ આવે છે કે હિન્દુ ધર્મની પેઠે જૈન ધર્મ દેશમાં સંકેચાઈ રહે તેવું નથી. તેઓ સર્વે જાતિના અને સ્થિતિના લેકેને પોતાના સિદ્ધાન્ત શીખવવા પ્રયત્ન કરી રહ્યા છે.
નાતજાત કેઈપણ ભેદભાવ વિના જૈનધર્મમાં બધા પ્રકારના જીવ પ્રવેશી શકે. સમસ્ત છના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકવાસી. એ દરેક પ્રકારમાં અનેક વર્ગ છે, તેમાં વળી અનેક ઉપવર્ગ છે. મનુષ્યમાં પણ અનેક પ્રકારના વર્ગ છે. હિન્દુધર્મની પેઠે વર્તમાન જૈનધર્મ મનુષ્યમાં અનેક વર્ણ ને તેમાં પાછી અનેક જાતિ માને છે. ઉપરના ત્રણ વર્ણને દ્વિજ કહે છે, કારણ કે ઉપનયન સંસ્કારથી તે વર્ણમાં પુરૂષને બીજે જન્મ આવ્યે એમ મનાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજ મનાય છે. જે વર્ણ એ ઉપનયન સંસ્કાર પામી શકે નહિ અને તેથી ઉપવિત ધારણ કરી શકે નહિ તે ચતુર્થ વર્ણ શુદ્ધ અને પંચમવર્ણ મ્યુચ્છ છે. મુસલમાન, ખ્રિતિ વગેરે જે કે ભારતવર્ણમાં આવી શકતા નથી તેમને સ્વેચ્છ કહે છે.
જૈનધર્મ જણાવે છે કે વર્તમાનમાં જે વર્ણભેદ છે તે સના તન નથી. આ અવસર્પિણીના પ્રથમના શુભતમ આરામાં તે સિા.