________________
અધ્યાય ૫ મે.
સંઘ, સંઘને પાયે,
જૈન ધર્મ વિશ્વધર્મ રૂપે. જૈનધર્મ વિશ્વવ્યાપી છે, એના પિતાના મત પ્રમાણે એ વિશ્વધર્મ છે અને બધા જીવને પિતાની અંદર લેવા પ્રયત્ન કરે છે. મનુષ્ય જ નહિ, પણ તિર્યંચે, દેવે અને નરકવાસીઓ પણ એના સિદ્ધાન્ત સ્વીકારે છે. બધા વર્ગને દેવે એ ધર્મ સ્વીકારી શકે છે અને રૈવેયક ઉપરના દેવે તે એ જ ધર્મના છે. નરકવાસીઓ જેન હોઈ શકે એ તે પૃ. ૨૩૯ ઉપર બતાવ્યું છે. ૧ થી ૪ ઈન્દ્રિયવાળ પર્યાપ્ત વિકાસવાળા બધા તિર્યંચે મિથ્યાત્વવાળા હોય છે, પંચેન્દ્રિય અસંજ્ઞીઓ પણ તેવા જ હોય છે. એમાંના અપર્યાપ્ત વિકાસવાળાને થોડોક સમય સાસ્વાદનસમ્યકત્વ (પૃ. ૧૮૪) પ્રાપ્ત થાય છે. પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ અલ્પાશે કે સર્વાશે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે અને તેથી કંઈક પ્રમાણમાં વિરતિ આચરી શકે. પૃષ્ઠ ૩૦૨ ઉપર એક ધર્મિષ્ટ હાથીની કથા કહેલી છે; સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું એવા એક બીજા તિર્યંચની કથા પણું પ્રખ્યાત છે અને તે દેડકાની કથા છે. મહાવીર રાજગૃહીના ઉદ્યાનમાં ધર્મોપદેશ દેતા હતા, ત્યારે એ દેડકાને પૂર્વજન્મનું
સ્મરણ થઈ આવ્યું અને તેથી તીર્થકરને નમસ્કાર કરવા ચાલે. પિતાની ઈચ્છા પૂરી કરે તે પહેલાં એક હાથીના પગ તળે એ કચરાઈ ગયે, પણ તેની ધર્મિષ્ઠતાને પરિણામે બીજે ભવે દેવ થયે.
આમ તિર્યંચ સુદ્ધાને માટે જૈનધર્મનાં દ્વાર ખુલ્લાં છે, એટલે એ તે સહજ ધારી શકાય કે જાતિવર્ણના કશા પણ ભેદ સિવાય કઈ પણ મનુષ્યને તે ધર્મમાં સ્વીકાર થાય. આર્ય અનાર્યને કશે ભેદ રાખ્યા સિવાય મહાવીર સૈને ઉપદેશ દેતા એ વાત પ્રસિદ્ધ છે. અને તેથી બ્રેઈલર કહે છે તેમ “માળી, રંગારા