________________
( ૩૨૧ )
ધર્માંનાં એ ત્રણ તત્ત્વાનુ એ ધર્મમાં સામજસ્ય છે. પરમપુરૂષ વિષે નીચેની ( Nietrsche ) ભાવના જેવી શ્રેષ્ઠ જીવની ભાવના એ ધર્મીમાં છે એટલે કે જીવના પરિપૂર્ણ વિકાસની સૃષ્ટાપુરૂષના જેવી ભાવના છે, એ ધર્મોમાં અહિંસાધ` . બહુ દૂરગામી છે અને ખીજા ધર્માંના સર્વે નીતિનિયમા કરતાં એના અહિંસા ધર્માંના આચારથી બહુ સફળ પિરણામે આવે છે. બીજી ખાજીએથી જૈનધર્મીના વિરોધ કરવામાં કેટલાકે બાકી રાખી નથી. મદમત્તના અને વાતુલના પ્રલાપ સાથે શકરે એ ધને સરખાવ્યા છે, કશ્મીરે એને મિથ્યાધમ કહ્યો છે, દયાનન્દે એ ધને હાસ્યાસ્પદ બનાવ્યેા છે અને એના અનુયાયીઓને ભ્રમિત અને મૂઢ માન્યા છે. યુરોપિયન ટીકાકારોએ પણ એ ધર્મવિરૂદ્ધ તીવ્ર ટીકા કરી છે. એમાંના એક આટલી સીમાએ પણ જાય છે કે: “ ઇશ્વરના અસ્વીકાર કરવા, મનુષ્યની પૂજા કરવી અને જન્તુએને પાષવા–જે ધર્મના આ મુખ્ય સિદ્ધાન્ત છે તેને જીવવાના કશા પણ અધિકાર નથી. ૮૮
પણ સાચા અભિપ્રાય અને ખાજુએ છે. જૈનો માને છે એમ એ ધર્મમાં ચેાગ્યતા પ્રમાણે પરિપૂર્ણતા પામી શકે એવાં તત્વ છે, ત્યારે કેટલીક ખામીઓ પણ છે; શાન્ત સમતાલ મગજ વાળા ઐતિહાસિક લખશે કે ધાર્મિક અનુભવની ગંભીરતામાં અને સ્વરૂપરચનામાં જૈનધર્મી ખીજા ધર્મ કરતાં ઉતરતા છે, પણ તેના જીવનચર્યાના મત સ્વીકારશે અને એ ધર્મોની ચિર જીવનશકિતથી આશ્ચય પામશે, કારણ કે છેક પ્રાચીન કાળથી આજ સુધી એ ધર્મને શ્રદ્ધાળુ અને દાનવીર અનુયાયીઓ મળ્યા જાય છે ને તેથી જીવવાના પેાતાના અધિકાર એણે સાખીત કર્યા છે.
---