________________
(૧૦૮).
સ્વીકાર્યો અને બરાબર પાક્યાં, ૩૦મે વર્ષે દીક્ષા લેવાને એમણે નિશ્ચય કર્યો. દિગમ્બર મતે તે સમયે એમનાં માતા જીવતાં હતાં, તેમણે એમને ઘણું વાર્યા, છતાં દીક્ષા લીધી. દીક્ષા લેતાંની સાથે એમણે ૨૪ પ્રકારના પરિગ્રહોને અને તેની સાથે જ વસ્ત્રને ત્યાગ કર્યો. દીક્ષા લીધા પછી તરત જ એમને મન:પર્યાય જ્ઞાન પ્રાપ્ત નહેતું થયું, પણ પ્રચડ તપને પરિણામે એમણે પ્રાપ્ત કર્યું. દીક્ષા પછી એક સ્થળે ટકીને છ માસ સુધી એમણે ધ્યાન ધર્યું. ત્યારપછી તપુર નામે નગરમાં એ ગયા, ત્યાંના રાજાએ એમને પુષ્કળ સત્કાર કર્યો. છ માસના ઉપવાસ પછી ત્યાં એમણે પારણું કર્યું. અહીંથી એમણે અનેક સ્થાનેએ વિહાર કર્યો અને પ્રચંડ તપને પરિણામે અષ્ટ પ્રકારની અલૈકિક શક્તિઓ સંપાદન કરી. ફરતા ફરતા અત્તે ઉજજયિની આવ્યા. એ નગરની પાસેના ઉપવનમાં એ ધ્યાન ધરતા હતા, ત્યારે અમુક રુદ્ર અને તેની સ્ત્રી પાર્વતીએ એમના ધ્યાનમાં ભંગ પાડવાના પ્રયત્ન કર્યો, પણ એમનું ધ્યાન એટલું ગાઢ હતું કે એમના એ પ્રયત્ન વિફળ ગયા, તેથી દ્ર અને પાર્વતીએ એમની સ્તુતિ ને પૂજા કરી, ઉજજયિનીથી એ કશામ્બી ગયા. પછી ત્યાંથી પાછા એકાન્ત વનમાં ગયા, ત્યાં મન પર્યાયજ્ઞાન પ્રાપ્ત કર્યું એમણે મુનિવ્રત ધારણ કર્યું તે બાર વર્ષ પાળ્યું. ”
દીક્ષા લીધા પછીથી મહાવીરે પોતાને કાળ કેવી રીતે વ્યતીત કર્યો તેના અમુક અમુક પ્રસંગે સંબધે શ્વેતામ્બર-દિગમ્બર વચ્ચે ગમે એટલે મતભેદ છે, છતાં આ વાતમાં તે તેઓ બંને એકમત છે કે ૪૩ વર્ષની ઉમરે નુપાતિ (વર્તમાન વર) નદીને કાંઠે કૃમિ રામ નામે સ્થાનથી ડેક છેટે એક ખેતરમાં આવેલા ચૈત્યની પાસે શાલતની નીચે એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારપછી આખું જીવન એમણે વિહાર કર્યો, ધર્મોપદેશ આવે. પરિણામે પુરુષો તેમજ સ્ત્રીઓ એમના અનેક શિષ્ય થયા; વળી મગધને શ્રેણિક, અંગને કુણિક, વિદેહને ચેટક વગેરે અનેક રાજાઓ પણ તેમના શ્રાવક થયા.
કલ્પસૂત્રને (પૃ. ૧૧૦) મતે મહાવીરે પોતાના સાધુ જીવનનાં