________________
(૩૦૭ ) જુવાનીમાં જ એમણે કર્યું હતું, પણ પોતાના જવાથી માતાપિતાને દુઃખ થશે એમ જાણુંને, એ જીવતાં હોય ત્યાંસુધી દીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો હતે. એટલા માટે મનુષ્યપણાના ધર્માનુસાર સુખ ભેગવ્યા, લગ્ન પણ કર્યું અને એક પુત્રીના પિતા પણ થયા.
સિદ્ધાર્થ અને એની પત્ની ત્રિશલા તીર્થંકર પાર્શ્વનાથના ધર્મ પાળતા હતા, તેમણે કુશાગ્ર શય્યા ઉપર રહી ઉપવાસ કરીને પ્રાણત્યાગ કર્યો અને અમ્રુત કલ્પ–સ્વર્ગમાં દેવ થયા. ત્યારપછી મહાવીરને જગતમાં કશું બંધન રહ્યું નહિ અને તેથી દીક્ષા લેવાને એમણે નિશ્ચય કર્યો. પ્રથમ તે એમના ભાઈ નંદિવર્ધને રજા આપી નહિ તેથી બે વર્ષ રહ્યા. પછી મહાવીરને આગ્રહ જોઈને રજા આપી. મહાવીરે એક વર્ષ સુધી પુષ્કળ દાન દીધું. દીક્ષાને દિવસે એમને શિબિકામાં બેસાડીને દેવે કુડપુર પાસેના જ્ઞાતખંડ નામે ઉપવનમાં લઈ ગયા, ત્યાં એમણે વિધિપુરઃસર દીક્ષા લીધી. ત્યારપછી તરત જ એમને મન પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારપછી બાર વર્ષ સુધી વિહાર કર્યો. ૧ વર્ષ અને ૧ માસ સુધી એમણે. દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પછી તેને એમણે ત્યાગ કર્યો ને દિગમ્બર થયા. તેઓ માત્ર હાથે ભિક્ષા સ્વીકારતા અને મૂઢ લોકોએ કરેલાં અનેક પરિસહ સહેતા. વર્ષના આઠ માસ વિહાર કર્યા કરતા. ગામમાં કદી એક રાતથી વધારે અને નગરમાં પાંચ દિવસથી વધારે વાસ કરતા નહિ. માત્ર ચાતુર્માસમાં જ એક સ્થળે રહેતા.
મહાવીરનું ઉપર જે જીવનચરિત્ર આપ્યું છે તે શ્વેતામ્બરના ધર્મગ્રન્થને અનુસરીને છે. દિગમ્બરે કેટલાક મહત્ત્વના પ્રસંગેમાં એથી જુદા પડે છે. એમને મત એ છે કે –મહાવીર ત્રિશલાને પેટે જમ્યા, તે પહેલાં બ્રાહ્મણે દેવાનન્દાની કુખમાં ગયા જ નહતા અને તેથી ગર્ભ બદલ્યાની કથા સ્વાભાવિક રીતે જ એમના ગ્રન્થમાં નથી. વળી એમને મતે મહાવીર (૧૨મા, ૧૯મા, ૨૨મા અને ૨૩મા તીર્થંકરની પેઠે) પરણ્યા જ નહોતા. વળી ૮ વર્ષની બાલ્યાવસ્થામાં જ એમણે ગૃહસ્થચિત વ્રત