________________
( ) એકવાર એક બ્રાહ્મણ બ્રહ્મદર પાસે આવે અને ચક્રવર્તીની આહાર સામગ્રી ખાવા માટે માગી. બ્રહ્મદરે જણાવ્યું કે-ચક્રવતીને આહાર ચકવતી જ ખાઈ શકે, માટે એવો દુરાગ્રહ ન કર.” પણું તે મૂર્ખ એટલે દુરાગ્રહ કર્યો કે તેને અને તેના કુટુમ્બને પિતાના થાળની થેક સામગ્રી આપી. પ્રચંડ આહારના પ્રભાવથી એ બ્રાહ્મણમાં કામવાસના એવી પ્રબળતાએ જાગ્રત થઈ કે તે તૃપ્ત કરવાને મા, બેન કે ભત્રીજી પણ ન જોઈ પિતાના પાપથી શરમાઈ જઈને એ બ્રાહ્મણે, એ પાપના મૂળરૂપ ચક્રવર્તી ઉપર વેર લેવાને સંકલ્પ કર્યો અને એની બંને આંખે ફેલ નાખવાનું એક ભરવાડને ભળાવ્યું, તેણે ફેલ નાખી, બ્રહ્મદત્ત એ જાયું અને બ્રાહ્મણને તથા એનાં સૌ સગા સંબંધીને મારી નંખાવ્યાં. વળી તેની આંખે કાઢીને એક વાસણમાં મૂકવાની પોતાના મંત્રીને આજ્ઞા કરી, જેથી એ આંખે ફી નાખવાનો લાભ પંતે લઈ શકે. મંત્રી સમજી શક્યા કે ચક્રવતી પિતાનાં અશુભ કર્મના પ્રભાવથી આમ કરે છે અને તેથી વાસણમાં આંખને બદલે આંખ જેવા કુલ મૂક્યાં, પણું બ્રહ્માદરે તે બાકીના દિવસ એ આંખે ડિવાના ભુંડા સંકલ્પમાં જ ગાળ્યા. અન્ત ૭૦ વર્ષની ઉમ્મરે મરણ પામીને ૭ મી નરકે ગયા, ત્યાં એમનાં વૈરવૃત્તિનાં પાપને માટે એમને ૩૩ સાગરેપમ સુધી પ્રાયશ્ચિત કરવું પડશે.
જૈન વિશ્વતિહાસના અત્યાર સુધી વર્ણવેલા સર્વે શલાકાપુરુષના વૃત્તાન્ત કેવળ કથાજનિત છે, પણ ઘણખરા અંશેધકને મતે ૨૩ મા તીર્થંકર પાર્શ્વ એતિહાસિક પુરુષ હતા. તેમની કથાને ઇતિહાસ સાથે ઘટાવતાં ઈ. સ. પૂ. ૮૦૦ વર્ષ ઉપર એ થઈ ગયેલા લાગે છે. જેનોને મતે નેમિનાથના નિર્વાણ પછી ૮૩૭૫૦ વર્ષે એ નિર્વાણ પામ્યા. એમના અને એમના પછીના તીર્થકર મહાવીરના જીવન વિષે આપણે કંઈક કંઈક જાણી શકીએ છીએ. જોકે એ બંનેના ઈતિહાસમાં પુષ્કળ કથાઓ વણાઈ ગઈ છે, અને તેમની કેટલીક કથાઓ તે તેમના પૂર્વભવે વિષે છે. કર્મના સિદ્ધાન્ત વિષે આપણને જાણવાનું મળે એટલા માટે એમાંની કેટલીક કથાઓ આપણે અહીં કહીએ.