________________
( ર૯૭) કરી તેથી અતિમુકતે ભવિષ્ય ભાખ્યું કે “દેવકીને સાતમે પુત્ર તારા સ્વામી કસને વધ કરશે.” ભયના માર્યા કરો વસુદેવ પાસેથી વચન લીધું કે “દેવકીના પહેલાં સાત બાળક જન્મશે કે તુરત જ તને આપીશ.” હવે મતિપુર નગરમાં નાના નામે શ્રાવક અને તેની સ્ત્રી સુરક્ષા રહેતા હતા, તેમને દેવે ભવિષ્ય ભાખ્યું હતું કે “તમારે મરેલાં બાળક અવતરશે.” આ ભલી સ્ત્રીને દરેક વેળા દેવકીની સાથે જ ગર્ભ રહેતું હતું. દેવકીના બાળકને એક દેવ ઉપાડી લાવીને સુલસાને આપતે ને તેનાં મરેલાં જન્મેલાં બાળક લઈ જઈને દેવકીને આપતે.
દેવકી એ બાળકે કંસને સંપતી. તે મારી નાખત. સાતમા ગર્ભ વખતે દેવકીને પ્રખ્યાત (૭) સ્વમ આવ્યાં ને તેથી સૂચન થયું કે વાસુદેવ અવતરશે. એ વાસુદેવ કૃષ્ણને જન્મ થયે કે તરત જ તેમને દેવોએ કંસેએ મૂકેલા ચેકીદારને ઉંઘમાં નાખી દઈને ઉપાડી લીધા ને વાળ નન્દ્ર અને તેની સ્ત્રી અને સેંપી દીધા, શેવાળની પુત્રી લાવીને દેવકીને આપી. દેવકીએ તે કંસને સેંપી. કંસે કન્યા હોવાથી એનું નાક કાપી નાખ્યું. કૃષ્ણ ગોવાળો ભેગા લુઝમાં ઉછર્યા ને ત્યાં પિતાના ઓરમાન ભાઈ (વત્ત–) રામ સાથે એમણે અનેક પરાક્રમ કર્યા. અન્ને એ મથુરા ગયા, ત્યાં કંસને વધ કર્યો અને તેના પિતા ઉગ્રસેનને—જેને કસે પદભ્રષ્ટ કર્યો હતે તેને–ફરી પાછા ગાદીએ બેસાડ્યા.
જાનવનો રાજા જરાસંધ ૯ માં પ્રતિવાસુદેવ હતું. તેની બેન જીવયશાના ઉશ્કેર્યાથી જરાસંધે, પોતાના બનેવી કંસના વધનું વેર લેવા, કૃષ્ણ સાથે યુદ્ધ માંડયું. રામને અને કૃષ્ણને એણે ઘેર્યા અને તેમને તથા સૌ યાદવેને મથુરા છોડવાની ફરજ પાડી. ત્યારપછી કૃષ્ણ ગુજરાતમાં દાર નગરી વસાવી અને ત્યાં અનેક રેણુઓના સહવાસમાં રાજ્યના ખૂબ વૈભવ ભેગવ્યા. પછી કૌર વિરૂદ્ધના પ્રખ્યાત મહાભારત યુદ્ધમાં કૃષ્ણ પાન્ડને પક્ષ લીધે, ઘણાં યુદ્ધ કર્યા ને છેવટે જરાસન્ધને ઘેરી એને પણ માર્યો.