________________
(૨૮) હવે દ્વારકામાં એક સમયે એવું બન્યું કે કૃષ્ણના પુત્ર શાને દારૂ પીને તાપસ દ્વૈપાયનનું અપમાન કર્યું. આ ઉપરથી ક્રોધે ભરાઈને પાયને પ્રચંડ તપ કર્યું અને તેને બળે પોતે અગ્નિકુમાર દેવ બનીને દ્વારકાને પ્રચણ્ડ અગ્નિએ બાળી મૂકી. કૃષ્ણની ૧૬૦૦૦ રણીઓ ને સર્વે ચાદવ બળી ગયા. રામ અને કૃષ્ણ બચ્યા હતા તે મથુરા તરફ ચાલ્યા. નાના નામે કૃષ્ણને ના ભાઈ હતા; એક સમયે જયારે કૃષ્ણ એક વૃક્ષ નીચે વિશ્રામ લેતા હતા ત્યારે તે જરાકુમારના બાણથી સખ્ત ઘવાઈ ગયા. આ ઘાથી એ મૃત્યુ પામ્યા. એમને સમ્યજ્ઞાન (સમકિત) હતું, પણ જીવનના પાછલા કાળમાં એમણે દ્વૈપાયન ઉપર દ્વેષભાવ રાખેલે, તેથી એ ત્રીજી નરકે ગયા. એમના ભાઈ રામે સંસારત્યાગ કર્યો અને એમણે ૧૦૦ વર્ષ તપ કર્યું. તેથી બીજે ભવે પાંચમા સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી એમણે નરકમાં કૃષ્ણને દુઃખ પામતા જેયા ને એમને છોડાવવાને સંકલ્પ કર્યો. એમને પિતાના હાથ વડે ઉંચકી લેવાને પ્રયત્ન કર્યો, પણ સૂર્યની સામે થી ઓગળે એમ કૃષ્ણ એળગી જવા ને ભયંકર દુઃખ પામવા લાગ્યા, તેથી એમણે એ પ્રયત્ન ફરીને કર્યો નહિ.
કૃષ્ણના કાકાના દીકરા અરિષ્ટનેમિ (નેમિ) ૨૨ મા તીર્થકર હતા. સૈારપુરના રાજા સમુદ્રવિજય એમના પિતા હતા અને તેમના રાણી શિવા એમનાં માતા હતા. માતાએ ગર્ભાવસ્થામાં રિષ્ટ ( રત્નની) નેમિ (ચકધારા) જોઈ, તેથી એ ( અશુભને દૂર કરવા માટે આ ઉપસર્ગ ઉમેરાતાં ) અરિષ્ટનેમિ કહેવાયા. બાલ્યાવસ્થાથી જ એમણે પોતાના અતલ શરીરબળનાં લક્ષણ દેખાડવા માંડ્યાં. એક સમયે કૃષ્ણના શસ્ત્રાગારમાં પેસી ગયા અને ત્યાં કૃષ્ણ સિવાય બીજા કેઈથી ન વગાડી શકાય એ એમને શંખ વગાડ્યો. કૃષ્ણ જ્યારે એ સાંભળે ત્યારે એમને ભય લાગ્યો કે વખતે પિતાના બળથી મારું રાજ્ય લઈ લેશે. આથી, કામસંગથી અરિષ્ટનેમિની શકિત ક્ષીણ થઈ જશે એમ માનીને કૃષ્ણ ઉગ્રસેનની કન્યા રામતી સાથે અરિષ્ટનેમિનાં લગ્ન ગઠવી દીધાં. અરિષ્ટનેમિએ એ લગ્ન કરવાનું