________________
( ૧૪ ). તેમ જ વેદની ટીકા અને પૂર્તિરૂપે લખાયેલાં આરણ્યકેમાં મળી આવે છે. ઋષિઓએ નવે સ્વરૂપે મૂકેલા અને નવા જુગની જરૂર રિયાતને તથા પ્રશ્નને અનુકૂળ લખેલા, વિવિધ વિષયે ઉપરના વિચારનું મહત્ત્વ એટલું બધું હતું કે એમાં ઉપદેશેલું જ્ઞાન મૂળે તે, બ્રાહ્મણોનું સ્થાન અને સત્તા ટકાવનાર યજ્ઞકાર્ડના સિદ્ધાન્તની વિરૂદ્ધ જતું દેખાયું; પણ પછીથી બુદ્ધિમાન પુરે હિતે સાચી વાત સમજી ગયા, નવીન વિચારેને પિતાના કરી લીધેલા સિદ્ધાન્તામાં મેળવી લીધા, અને છેવટે એને પક્ષે રહી પુરાણ વિચારેની સામે યુદ્ધ કરવા પણ ખડા થઈ ગયા. આ નવા વિચારે એકવારે તે પ્રધાનપદ પ્રાપ્ત કરી શકે એમ નહતું, પણ બ્રાહ્મણ સમ્પ્રદાયે પવિત્ર બનાવેલા આચારેને ચે ભારે વિરોધ કરવા લાગ્યા, તેમ જ દૈતિક તથા આધ્યાત્મિક જ્ઞાનના એકમાત્ર ગુરૂ હેવાના બ્રાહ્મણના દાવાને પણ છડેચોક નિષેધ કરવા લાગ્યા. છઠ્ઠા સૈકાથી તે આપણે એવા પણ અનેક આચાર્યોને જોઈએ છીએ, જેમણે બ્રાહ્મણ સમ્પ્રદાયને વિરોધ કર્યો અને વૈદિક યજ્ઞવિધિને પણ વિરોધ કર્યો; તેમજ વૈદિક મતને વેગળે મૂકીને પોતાને સ્વતંત્ર માર્ગે ચાલ્યા. મહાવીરની, શૈશાલની અને ગતમબુદ્ધની પણ પૂર્વે એવા સ્વતંત્ર ઉપદેશક થઈ ગયેલા અને પિતાના ઉપદેશને ખૂબ પ્રચાર કરનારા શિબેને એમણે એકઠા કરેલા એ વાત હવે આપણે સ્વીકારવી પડે છે. પિતાના સંઘના શાસનમાટે એ ગુરૂઓએ જે નિયમે કર્યા છે, તે બ્રાહ્મણોએ કરેલા નિયમેને અનુસરતા છે, પણ એમાં તફાવત એટલો જ છે કે તેમાં બ્રાહ્મ
ના મહત્ત્વને સ્વીકાર કર્યો નથી. હેઈન્સે જણાવે છે તેમ બ્રાહ્મણસત્તાને તેડવા માટે જ આ તફાવત રાખવામાં આવ્યું હતું અને સત્તા એકવારે તેડવાને માટે એ તફાવતની ધારને બને એટલી તીર્ણ કરવામાં આવી હતી, બ્રાહ્મણ ગુરૂઓના વાવટા નીચે ઉભેલા સમ્પ્રદાયે શ્રેષ્ઠવર્ણના આચાર્યોની પરવાનગી વિના નીકળેલા આ નવા નાસ્તિક માર્ગોને તિરસ્કાર કરવા લાગ્યા, ત્યારે બદલામાં ક્ષત્રિય-ભિક્ષુકેએ બ્રાહ્મણને અને તેમના કર્મકાર્ડને ત્યાગ કર્યો. બ્રાહ્મણેતર સમ્પ્રદાયમાંથી ઉભા થયેલા ધાર્મિક સંઘમાં ગુરૂ