________________
( ૧૩ ) ચિત્વન કરવા માટે વૃદ્ધાવસ્થામાં વનની એકાંતમાં જવું જોઈએ એવી એમની ફરજના ધર્મ મનાયા
ચાર આશ્રમની બ્રાહ્મણવ્યવસ્થા પ્રમાણે વેદ ભણ્યા પછી અને ગૃહસ્થજીવન જીવ્યા પછી બ્રાહ્મણે સંસાર ત્યજી બ્રહ્મનિમગ્ન થવું જોઈએ અને અન્ને નિગૃહી ભિક્ષુક થવું જોઈએ. આ વ્યવસ્થાની ભાવના કેટલે અંશે આચારમાં મૂકી શકાય એ સંબંધે કંઈ કહેવાનું નથી પણ એટલું તે નક્કી છે કે તેની ઉપર લોકની ગમ્ભીર આસ્થા હતી, નકી છે કે એ વ્યવસ્થાની આજ્ઞાથી પણ આગળ ચાલનારા કેટલાક આતુર લોક હતા અને તે માનતા કે ગૃહસ્થના વાળ સફેદ થાય, તેની ચામડી ઢીલી પડે, તેની શુંટી ફરતી દેખે ત્યારે જ એ ગૃહસ્થાશ્રમ છેડે એમ નહિ, પણ તે પૂર્વે પણ પિતાનું સમસ્ત જ્ઞાનબળ સમર્પવા તેણે સંસારને ત્યાગ કરે જોઈએ. સરખા વિચારના એકઠા થતા અને સંન્યસ્તસંઘ સ્થાપતા એ સે અમુક નિયમેથી પરસ્પર સમ્બન્ધમાં રહેતા અને દયાળુ ભકતજનના દાનવડે જીવનનિર્વાહ કરતા.
અમરત્વ પ્રાપ્ત કરવા માટેના પ્રયાસ એ જુગમાં જિજાતિના ઉન્નત આત્માઓએ સરખે પ્રમાણે કરેલા જણાય છે. યજ્ઞ–ચાગથી અલૈકિક શકિત પ્રાપ્ત થતી મનાતી ને એ શકિત પ્રાપ્ત કરનાર આ સંસારમાંથી નીકળી ઉત્તમ પદ પામતા મનાતા, એ શકિત પ્રાપ્ત કરવાને બ્રાહ્મણે કઠણ તપસ્યા કરતા. બ્રાહ્મણે જ નહિ પણ ક્ષત્રિય પણ પરલોકપ્રાપ્તિ માટે સંસારત્યાગ કરતા. બ્રાહ્મણના કરતાં ક્ષત્રિયને કુલાચારનાં ને જ્ઞાતિનાં બધૂન ઓછાં હતાં અને તેથી તે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિને માટે વધારે સ્વતંત્રતાપૂર્વક પ્રયત્ન કરી શકતા. તત્ત્વજ્ઞાનના કેટલાક કઠણ પ્રશ્નને એ ઉકેલી શકેલા, એવા પ્રશ્નો ઉપર એમણે પ્રથમ સ્પષ્ટીકરણ કરેલું જણાય છે; અને વળી આધ્યાત્મિક જ્ઞાનમાં ક્ષત્રિએ બ્રાહ્મણને નીચું જોવડાવ્યું હોય, બ્રાહ્મણોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ક્ષત્રિય પાસે જવું પડ્યું હોય એવાં પણ વર્ણન મળી આવે છે.
ક્રાઈસ્ટ પૂર્વેનાં દશેક સૈકાનું આધ્યાત્મિક જ્ઞાન ઉપનિષદમાં