________________
( ૧૨ )
ચઢાવી લેવુ' જોઇએ. ત્યારે આ વિકાસની ઘટનાઓને ઇતિહાસક્રમે તપાસી જઇએ.
ક્રાઇસ્ટની પૂર્વેના બીજા સૈકાને અન્તે ભારતના ધાર્મિક જીવનમાં ગંભીર પરિવર્તન થયાં. પ્રથમ આવેલા આર્યાંના સરલ અનેકેશ્વરવાદને યજ્ઞ આદિ કકાણ્ડ નવા વિકાસ આપ્યા, તેથી દેવાની સત્તા તેમના ભકતાને મન ધીરેધીરે સ`કાચાતી ચાલી અને તેને બદલે દૈવી સત્તાઓ અદ્ભુત શિકત ધરાવનાર ગુરૂઓના અલૌકિક કકાણ્ડમાં આવતી મનાવા લાગી. આથી ગુરૂપદના સ્થાનને ચિરમહત્વ મળ્યુ. તે ઉંચે ચઢ્યા ને ધીરેધીરે વર્ણ વ્યવસ્થાના ઉપયાગ કરીને પાતે શ્રેષ્ઠ અન્યા. આ માર્ગે ચાલતાં એક નવા સિધ્ધાન્ત જન્મ પામ્યા અને તેણે સમાજશ્રેણિના મળને અનુસરીને ધાર્મિક સ્વરૂપ પકડ્યું એ સિધ્ધાન્ત તે કર્મના, કર્મીના ફળના અને તેને અનુસરતા પુનર્જન્મના સિધ્ધાન્તના,
પ્રત્યેક ભવ પાતે સ્વતંત્ર નથી, પણ સમસ્ત ભવ‰ ખલાના એક આંકડા છે, એ સિધ્ધાન્ત ઉપરથી ગંભીર પ્રકૃતિના મનુષ્યને એ પ્રશ્ન જ ઉદ્ભવે કે જન્મમરણની અવિરત ઘટમાળમાં ક્રીફરી અવતરવા જીવવું એ શુ' ચાગ્ય છે? ધાર્મિક વૃત્તિના મનુષ્ય તે
આ પ્રશ્નના ઉત્તર નકારમાં જ આપશે. એ તે નવી તૃષ્ણાના તથા નવાં દુ:ખના નાશ થાય એટલા માટે જન્મમરણની પારની સ્થિતિ પ્રાપ્ત કરવા, ભૌતિક શ્રધ્ધિની પેઠે જે થાડા જ સમયમાં નાશ પામતુ નથી એવું ઉત્તમ પદ પ્રાપ્ત કરવા મથશે. શાશ્વત, ચિરસ્થાયી, અક્લિષ્ટ સુખ પ્રાપ્ત કરવાની પ્રબળ આકાંક્ષામાં તેના આચારવિચાર ઇહલેાકમાંથી અને તેના ક્ષણિક સુખથી વિરકત થાય છે, ચજ્ઞયાગથી અને તેના ખાદ્ય અને તેથી અન્તરઆત્માને સન્તાષ નહિ આપતા ક્રિયાકાણ્ડથી પણ વિરકત થાય છે. સંસારજીવનને ખડકેથી ખસેલેા આ શાન્ત વિચારક કઇંક ઉચ્ચ અને અભૌતિક પ્રાપ્ત કરવાને માટે સન્યસ્તાશ્રમને સ્વીકાર કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની તૃષ્ણા એટલી સ સામાન્ય હતી કે ક્રિોએ, જીવનના ઉચ્ચત્તમ પ્રશ્નો સંબધે