________________
( ૧૧ )
વર્ષનું હતું તથા તેમનું કલેવર ૭ હાથ હતું. વળી જૈન જુદા જુદા જે તીર્થકરેને સમય બતાવે છે તેમાંથી માત્ર પાર્શ્વનાથને અને મહાવીરને જ સમય ઈતિહાસથી નિણિત થઈ શકે એમ છે. મહાવીર ઈ. પૂ. આશરે ૫૦૦ વર્ષ ઉપર અને પાર્શ્વનાથ ઈ. પૂ. આશરે ૭૫૦ વર્ષ ઉપર થઈ ગયેલા મનાય છે; પણ અરિષ્ટનેમિ પાર્શ્વનાથની પૂર્વે ૮૪૦૦૦ વર્ષ ઉપર નિર્વાણપદ પામ્યા માનવામાં આવે છે, અને એમની પૂર્વેના તીર્થકરને અનુક્રમે એટલે એટલે દૂર મૂકવામાં આવ્યા છે કે તેની કાળગણના પણ થવી અશક્ય થઈ પડે. આ સ્થિતિમાં યુરોપિયન સંશોધકે પહેલા બાવીશ તીર્થકરને ઐતિહાસિક પુરૂષ માનવાનું કારણ નથી અને માત્ર છેલ્લા બે તીર્થકરેના ઈતિહાસ સમ્બન્ધ સંશોધન કરવા ધ્યાન આપવું જોઈએ.
જેનગ્રન્થમાં મહાવીર વિષે ઘણાં વિશ્વાસગ્ય લખાણ મળી આવે છે, એટલું જ નહિ પણ જેનેતર ગળ્યમાં પણ એમને વિષે ઉલ્લેખે મળી આવે છે, તેથી એટલું તે નિશ્ચિત છે કે મહાવીર ઈતિહાસ કાળમાં થઈ ગયા. બૌદ્ધોએ અને જૈનોએ પરસ્પરને સત્ય ધર્મના શત્રુ માન્યા છે, અને એટલા માટે પરસ્પર વાદવિવાદ ઉઠાવ્યા છે, છતાં બૌદ્ધોએ મહાવીરને પોતાના ગુરૂ ગતમબુદ્ધના સમકાલિન પુરૂષ હતા એમ ઉલ્લેખ કર્યો છે અને એમ એમના અસ્તિત્વની સાબીતી આપી છે. મહાવીરની પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથની ઐતિહાસિકતા વિષે પણ શંકા લેવાનું કશું કારણ નથી. બેશક એમને સમ્બન્ધ આપણે જૈનગ્રન્થમાં જ ઉલ્લેખ જોઈએ છીએ અને એ ઉલ્લેખમાં એમના વિષે જે વર્ણન છે તે ધાર્મિક કથાઓથી જ ભરપૂર છે, છતાં ચે આ મહાપુરૂષના વર્ણનસ્વરૂપની આસપાસ વળગેલી ઉધઈએ એના ઐતિહાસિક ગર્ભને નાશ નથી કરી નાખે. તીર્થકરેની એતિહાસિકતા સમ્બન્ધ સિાથી વધારે અગત્યની વાત તે એ છે કે એમના વ્યક્તિત્વ અને એમના સિદ્ધાન્ત વિષેના આપણું જ્ઞાનવડે એમનું જે ચિત્ર ખડું થતું હોય, તે ચિત્રને ભારતવર્ષને ધાર્મિક સિધ્ધાન્તના વિકાસની શાસ્ત્રીય ઘટનાઓની કસેટીએ