________________
તીર્થકરો.
પૂર્વ ઇતિહાસ. જેનો પિતાના ધર્મને શાશ્વત અને અવિચલ માને છે અને સમયે સમયે લુપ્ત થાય, છતાં ચે કદાપિ એને અન્ત આવવાને નથી. ફરીફરીને પ્રવર્તતા અમુક જુની અન્દર સત્યને અજ્ઞાન છાવરી અન્ધકાર પ્રવર્તાવે, પણ પાછું એ અજ્ઞાન ટળી જાય ને જૈનધર્મને પ્રકાશ ફરી પ્રકટાય તેવા તેનાં કિરણે ફરી વિસ્તરે. એવી રીતે આજે આપણે એવા જુગમાં છીએ કે જ્યારે ધર્મજ્ઞાન પામીએ છીએ અને તેથી આનંદ પણ પામીએ છીએ, ત્યારપછી એ જુગ આવશે કે જ્યારે જૈનધર્મ લુપ્ત થશે; ત્યારપછી વળી એ પણ જુગ આવશે કે જ્યારે એ ધર્મ નષ્ટપ્રાય થશે. પણ ખરી રીતે તે એ ધર્મ કદાપિ નષ્ટ થવાને જ નથી, પણ વળી પાછે નવી જુવાનીમાં શાશ્વત સૌન્દર્ય ખીલશે, જેમ ઋતુઓમાં દર વર્ષે વસન્ત પાછી ખીલતી આવે છે તેમ જ્યારે સમય આવે છે ત્યારે અમુક વર્ષોને અન્તરે એક પછી એક એમ ચોવીશ તીર્થંકર પ્રકટે છે તે સત્ય ઉપરના આવરણને સંહારે છે. આપણા આ જુગમાં પણ એવા વીશ ધર્મજ્ઞાતા અને ધર્મદાતા પ્રકટયા છે. જેનો એમનાં નામ જાણે છે અને તેમના જીવનના પ્રસંગ વર્ણવે છે. એમાંના ઘણાખરા વિષે જે વર્ણન આપવામાં આવે છે તે સાવ થાજનિત છે. પહેલા તીર્થકર ષમદેવનું આયુ ૮૪,૦૦,૦૦૦ પૂર્વનું હતું, એ ૫૦૦ ધનુષ ઊંચા હતા અને જેકે એક પછી એક તીર્થકરનું આયુ અને કલેવર ઘટતું ચાલે છે, છતાં યે બાવીસમાં તીર્થકર નેમિનું આયુ ૧૦૦૦ વર્ષનું હતું અને એમનું કલેવર ૧૦ ધનુષનું હતું. આ ક્રમમાં આવતાં માત્ર છેલ્લા બે તીર્થકરેના આયુ અને કલેવર માની શકાય એવાં આપાયાં છે. ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથનું આયુ ૧૦૦ વર્ષનું હતું તથા તેમનું કલેવર ૯ હાથ હતું, ૨૪ મા તીર્થંકર મહાવીરનું આયુ ૭૨