________________
શકાય એટલા પ્રમાણ હજી મળી શક્યાં નથી; તેમાં અનેક સ્થળે અનેક છિદ્રો છે, અનેક અસ્પષ્ટતાઓ છે. એ ધર્મની ઉત્પત્તિ અને તેના આચાર વિચારના વિકાસ સંબંધે, તેણે જે તડકે છાંયડે જોયેલે તે સંબંધે જે સો વાતે આજે અન્ધકારમાં છે તેના ઉપર પૂર્ણ પ્રકાશ કદીચે પાડી શકાશે કે કેમ એ તો વળી શંકાને જ વિષય છે. ત્યારે જૈન ધર્મના સ્વરૂપનું ચિત્ર આંકવા આજસુધી જે બધા પ્રયત્ન થયા છે, તે હજી તે વિરલ એતિહાસિક ઘટનાઓને, શંકાસ્પદ વાર્તાઓને અને વળી ધાર્મિક તથા સામાજિક કથાઓને એકઠી કરીને ઐતિહાસિક સૂત્રમાં ગુંથવા પુરતા જ થયા છે. તેવી જ રીતે ગયા અનેક સૈકામાં જૈનોએ જે ચઢતી પડતી જોઈ છે તેના ઈતિહાસનું ચિત્ર આંકવાને આ ગ્રન્થમાં જે પ્રયત્ન કર્યો છે, તે પણ તેમના ઈતિહાસનું સંપૂર્ણ ચિત્ર આપવાને દાવ કરતું નથી. લેખક બહુ બહુ તે, તીર્થકરેના, ધર્મના વિકાસના, ઉન્નતિના અને અવનતિના ચિત્રની આછી ઝાંખી રેખાઓ દેરવાના જ પ્રયત્ન કરી રહેશે. વિગતવાર હકીકતેને વિવેચનાદષ્ટિએ વ્યવસ્થિત ગોઠવવાને અને ઓછા મહત્ત્વનાં નામની અને તારીખની શુષ્ક તારીજ આપવાને બદલે થોડીક નિર્ણિત હકીકતે અને જેનોમાં મહત્ત્વની મનાતી શેક કથાએની ટુંકી માહિતી વાચક સમક્ષ રજુ કરશે. લેખકની પરિસ્થિતિ તે એટલી ટુંકી માહિતી આપી શકે એવી જ છે, પણ તે માહિતીએ કરીને, એમાં અધુરા રહેલા કોયડાને ઉકેલ લાવે અને અહીં દરેલી ચિત્રની આછી ને ઝાંખી રેખાઓ ઉપરથી સ્પષ્ટ ને તાદશ ચિત્ર ખડું કરે એ જે કઈ ઐતિહાસિક પાકશે તે આ લેખકના આનન્દનો પાર રહેશે નહિ.