________________
સુધીને ઇતિહાસ દેરી કાઢો છે. જૈનોના ઇતિહાસ ગ્રન્થમાં આપેલી હકીકતેને આપણે કસેટીએ ચઢાવી લેવી જોઈએ અને બ્રાહ્મણના, બૌધ્ધના અને બીજા ગ્રન્થની હકીકતેની સાથે તળી પારખી લેવી જોઈએ. આ ગ્રન્થની વાસ્તવિકતા પણ બેશક અનેકવાર શંકાશીલ છે, કારણ કે જેના પ્રતિસ્પર્ધી હોવાથી તેમના ઉપર અસત્ય અને અપરાધે આપવાના પ્રયત્નમાં તેઓ મિત્રો અને પ્રશંસકેની પેઠે જ, વારંવાર સત્યથી વિમુખ થઈ ગયા છે.
ગ્રન્થોની જેટલી વિપુલ તે નહિ, પણ અનેક રીતે વિશ્વાસપાત્ર માહિતી શિલાલેખોમાંથી મળી આવે છે. અમુક ઘટનાને પ્રસંગે લેખે કોતરવામાં આવેલા હોય છે, ત્યારે આ લેખને અમુક તાજી અને સાચી હકીકતો સાથે સમ્બન્ધ હોય છે અને તે હકીકતે પછીના સાહિત્યમાં નોંધાય છે. ઘણાખરા લેખો ધર્મપ્રિય રાજાઓએ કે શેઠ-શાહુકારોએ કતરાવેલા હોય છે ને તેમાં દેવાલય કે દેવપ્રતિમા કરાવ્યાની, ભૂમિદાન કર્યાની કે ન્યાય આપ્યાની હકીકતે નેધેલી હોય છે. તેમાં આવતાં રાજ્યકર્તા અને તેની પૂર્વેના રાજાઓનાં નામ, દાન પામેલા સાધુનાં અને તેમના ગુરૂએનાં તથા પૂર્વાચાર્યોનાં નામ અને તારિખ આપણને ઈતિહાસનું કાઠું બાંધવામાં બહુ જ ઉપયોગી થાય છે, કારણ કે એના ઐતિહાસિક સત્ય વિષે ઘણું કરીને શંકા લેવા જેવું કશું હોતું નથી.
આજસુધી ટકી રહેલાં વિવિધ પ્રકારનાં સ્થાને અને દેવાલ ઉપર તેમના નિર્માણના કે જીર્ણોદ્ધારના લેખે કતરેલા હોય તે તે પણ ઐતિહાસિક વિષયને સ્વચ્છ કરવાને બહુ કામ લાગે. એ લેખ ખાસ ઉપગના તે એટલા માટે છે કે ભૂતકાળનાં માણસોનું, વસ્તુઓનું અને સ્થિતિનું સજીવ ચિત્ર એ આપણું સામે ખડું કરે છે અને તેથી પ્રાચીનકાળ સમ્બન્ધના પુસ્તક વગેરેથી આપણને પ્રાપ્ત થયેલા જ્ઞાનને સ્વચ્છ કરી શકાય છે.
છેલ્લા સૈકામાં અનેક સંશોધકેએ આ કઠણ કાર્ય કરવામાં જે સાહિત્ય સાથે ગડમથલ કરી છે, તે છે તે બેશક મહત્ત્વનાં પણ છતાંયે જૈન ધર્મના ઈતિહાસ સંબંધે કોઈ નિર્ણિત ચિત્ર દેરી