________________
( ૭ ) આરબ પ્રવાસી અલ–બીરનીએ (al-Biruni) ૧૦૩૦ના અરસામાં ભારતવાસીઓ સમ્બન્ધ જે શબ્દ કહેલા તે જૈનોને પણ અનેક રીતે લાગુ પડે છે. “પ્રસંગેનાં ઐતિહાસિક પરિણામે ઉપર તેઓ થોડું જ ધ્યાન આપે છે અને પોતાના રાજાઓની વંશાવળીઓની ગણનામાં બહુ બેદરકાર છે. જ્યારે તમે એમને ઝીણા પ્રશ્નને પૂછે અને તેના ઉત્તર એ જાણતા ન હોય, ત્યારે એ કથાઓ કહેવા બેસી જશે.” જૈનધર્મને ઈતિહાસ જૈનોને હાથે જે પુસ્તકમાં લખાયે છે, તેમને માટે ભાગ કથામિશ્રિત છે. ઐતિહાસિક હકીકતે વર્ણવાય તેના કરતાં શ્રદ્ધાળુ વાચકને એકાદ કલાક ધાર્મિક વાચન આપી શકાય એ હેતુએ એ પુસ્તક લખાયાં હોય એમ એના ઉપર દષ્ટિ નાખતાં જણાઈ આવશે. આ લેખકના હાથમાં અનેક પુસ્તકે એવાં આવેલાં છે કે જેમાંની હકીકત આજસુધી શુદ્ધ ઐતિહાસિક મનાતી આવી છે; તેમાં પણું, યુરેપિયનની દષ્ટિએ વિચારીએ તે, કથા ભાગને ઝોક વધારે છે. અને આ ખામી છતાંયે જેનોના ઘણા ઈતિહાસગ્રન્થમાં મહત્ત્વનું સાહિત્ય ભરેલું છે, અને વિવેચનદષ્ટિ રાખીને ચાલીએ તે તેમાંથી ઉપગી અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય. ઇતિહાસના અથવા એના આડમ્બરના ગ્રન્થો ઉપરાંત બીજા પ્રકારના સાહિત્ય ગ્રન્થ પણ ઈતિહાસશોધકને અનેક રીતે ઉપયોગી થઈ પડે એમ છે, કારણકે એમાં અમુક ઐતિહાસિક ઘટનાઓ ગુથેલી હોય છે અથવા તે અમુક જુગના ભાવની છબી આંકેલી હોય છે. લેખકે પોતાના ગ્રન્થમાં પિતાના નામ સાથે કુળની, પિતાના આશ્રયદાતાની અને એવી બીજી હકીકતે નેધેલી હોય છે, ત્યારે તેનાં આરહ્મવાકયેમાંથી કે પ્રશસ્તિનાકમાંથી મહત્તવની ઐતિહાસિક હકીકત મળી આવે છે. અમુક સાધુસંઘના ગુરૂપરમ્પરાના પત્રકમાંથી જેને પત્તિ કહે છે તેમાંથી પ્રખ્યાત પુરૂષોના જીવનકાળ વિષેના નિર્ણય કરવા માટેનાં ઉપયેગી સાધન મળી આવે છે, પણ ત્યાંયે વિશ્વાસ તે વિચારીને જ મેલવે, કારણ કે લેખકે પિતાને લાગતી ઉણપ પિતાની કલ્પનાઓ પુરી કાઢે છે. અને એવી રીતે એ લેખકે એ મહાવીર સુધીને અથવા એમનીયે પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથ