________________
ભવિષ્યમાં યુરેપના અને ભારતના પડિતે વચ્ચે આ કાર્યમાં ગાઢ સહકાર થાય એવી આશા રાખવામાં આવે છે. યુરેપિયાની ગ્રંથ વિવેચનની પ્રણાલી અને ઝીણવટથી ભારતપણ્ડિતે સાચું ને વિવેચક કાર્ય કરી શકશે, ભારતપંડિતેના સહકારથી યુરેપિચનની દષ્ટિ વિવિધ પ્રકારે ખુલશે. પરંપરાથી ઉતરી આવેલી કથાઓ હજી બહુ બળવાળી છે. પણ કેટલીક હજી પુસ્તકમાં ઉતારાઈ નથી, એ કથાઓ બીજી હકીકતોના સહવાસમાં આવવાથી ઘસાઈ જાય અને અનેક કલ્પનાઓથી તથા પાણ્ડિત્યના આડમ્બરથી અશુદ્ધ થઈ જાય તે પહેલાં એમને બચાવી લેવી ઘટે. જૈનોની સાથે સમ્બન્ધ જોડવાથી જ એ બની શકે. જ્યારે જૈનધર્મના વર્તમાન સ્વરૂપને સપૂર્ણ રીતે સમજવા અને વિશ્વાસપાત્રરૂપે આંકવા માટે પૂર્વ અને પશ્ચિમ પોતાના શ્રમમાં સહકારે જોડાશે, ત્યારે જ જાણ્યામાંથી ધીરે ધીરે અજાણ્યામાં પ્રવેશતે પ્રવેશતે, પ્રાચીનથી અનુક્રમે જે જે પગથિયે થઈને એ ધર્મ અર્વાચીનમાં ઉતરી આવ્યું તે સૈ પગથિયાનાં દર્શન થશે અને એ ધર્મના દૂરના પ્રવાહમૂળથી તે આજસુધીના જીવન ઉપર દષ્ટિ નાખી શકાશે. આ
અધ્યાય ૨
ઇતિહાસ.
જેનોના ઈતિહાસ સંબંધે હકીકત મેળવવા માટે જે સાહિત્ય મળી આવે છે, તે આ છે. ગ્રન્થ, શિલાલેખે અને સ્થાને, સમરણ મન્દિર, શિકાઓ આદિ રાંધને–પ્રજને ગ્રન્થ બહુ કામમાં આવે એમ છે. જેનોએ પિતે ધર્મના ઇતિહાસ વિષે ગ્રન્થનું સૂત્ર સળંગ રાખે જવાના પ્રયત્ન કર્યા છે; યુરેપિયનના શાસ્ત્રીય વિવેચનની દષ્ટિએ આ ગ્રન્થનું મહત્ત્વ બેશક જુદું જ છે. પ્રખ્યાત