________________
પ્રભાવની વિરૂદ્ધનાં તત્વ હતાં; ગુરૂપ્રભાવને દા એમને અયોગ્ય લાગ્યાથી તેની સામે એ નવા સમ્પ્રદાયે થયા ખરા, પણ સંઘબંધનના નિયમે એમણે છિન્નભિન્ન કરી નાખ્યા નહિ, તેમજ જ્ઞાતિભાવનાને ભૂંસી નાખી નહિ. સાધુસંઘની અંદરના ઉચ્ચ નીચના ભેદ એમણે ટાળ્યા, તથાપિ એની બહારના એ ભેદને વિરોધે ય કર્યો નહીં કે એમને ફેરવ્યા ય નહીં. અને તેથી બ્રાહ્મણેતર ધર્મના ગૃહસ્થાશ્રમીઓમાં જ્ઞાતિવ્યવસ્થા એટલી જ પ્રબળતાએ પ્રવર્તતી આપણે જોઈએ છીએ, એટલું જ નહિ પણ જન્મ, લગ્ન, મરણ અથવા બીજા પ્રસંગોને અનુસરતા સંસ્કાર કરાવવાના બ્રાહ્મણના અધિકાર સામે પણ એ નજી વિરેાધ કરવામાં આવ્યું છે કે એ ગૃહસ્થ પિતાના ધર્મની વિશેષ ક્રિયાઓ પોતાના ધર્મના આચાર્યો પાસે કરાવે છે ખરા, તથાપિ પેલા સંસ્કાર કરાવવાને માટે તે બ્રાહ્મણને બોલાવે છે. ( આમાં એક વિરલ અપવાદ દેખાય છે અને તે આજસુધી શ્વેતામ્બર જૈનોને જ છે).
નિર્વાણ પામવાની ઈચ્છા, સંસારની ઘટમાળમાંથી છુટવાનીનવનવા કલેશભર્યા ભવનાં દુઃખમાંથી છુટવાની ઈચ્છા એ જ આ સર્વે સન્યાસી સમ્પ્રદાયના તત્ત્વજ્ઞાનનું મધ્યબિન્દુ હતું. છતાંયે અતિ પ્રાચીનકાળમાં આ વિચારશ્રેણિનાં તત્ત્વ છેક સાદાં હતાં. પ્રાચીન ઉપનિષદેના ઋષિઓએ આત્મતત્વ અને અનાત્મ તત્ત્વ વચ્ચે ભેદ પાડ્યો નથી, અને આત્મતત્ત્વ સમ્બન્ધ તેમણે બહુ વિચારે કર્યા નથી. Die Entwicklung der Gottesidee by den Indern (ભારતીઓમાં પ્રભુ ભાવનાને વિકાસ) નામના પિતાના ગ્રન્થમાં ૮ મે પૃઢેથી યાકોબી લખે છે એમ આત્મતત્ત્વ તેઓ એકભાવે માનતા નહોતા, પણ ગંધ, વાચા, દષ્ટિ, શ્રુતિ અને બુદ્ધિ એ પંચતત્વના કે પ્રાણના સમૂહ રૂપે માનતા. એ પંચતત્ત્વ જ્યારે મળે ત્યારે વ્યક્તિ સ્વરૂપ ધારણ કરે; જ્યારે પ્રાણી મરી જાય ત્યારે એ તને સમ્બન્ધ છુટી જાય અને છતાંયે મરણ પછી પુનર્જન્મ થઈ શકે છે, જ્યારે પાછાં એ પંચતત્ત્વ એકઠાં થાય છે ત્યારે કર્મને બળે પૂર્વજન્મમાં કરેલાં પાપ કે પુણ્યના ફળ આપવાને બળે આ પંચતત્ત્વને સંગ નિયમિત રૂપે બને છે. જેમણે